Gujarati News

Gujarati News

News of Sunday, 24th October 2021

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દીક્ષાર્થીઓની વર્ષીદાન યાત્રામાં ઉપસ્થિત રહ્યા: મુખ્યમંત્રીશ્રીએ આચાર્ય ભગવંત યોગતિલક સૂરીશ્વરજી ના આશીર્વાદ પ્રાપ્ત કર્યા

 

ગાંધીનગર : મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ આજે અમદાવાદના ઉસ્માનપુરા ખાતેના ગુલાબ શાંતિ સ્વાધ્યાય પરિવારના પટાંગણમાં આયોજિત દીક્ષાર્થી વર્ષીદાન યાત્રામાં સહભાગી થયા હતા. આ વર્ષમાં યાત્રામાં સહભાગી થવા માટે જ્યારે મુખ્યમંત્રીશ્રી પધાર્યા ત્યારે જૈન આરાધકોએ 'જૈનમ જયતિ શાસન'ના જયઘોષ સાથે તેમનું અભિવાદન કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ આચાર્ય ભગવંત યોગતિલક સૂરીશ્વરજીના આશીર્વાદ પણ પ્રાપ્ત કર્યા હતા.  આ અવસરે જૈન મુનિગણ અને વિશાળ સંખ્યામાં જૈન આરાધકો  ઉપસ્થિત રહ્યા હતા.

(3:47 pm IST)