Gujarati News

Gujarati News

News of Sunday, 24th October 2021

હાંસલપુર - વિરમગામ જીઆઈડીસી ખાતે "બજરંગ મંડલ" દ્વારા હનુમાન ચાલીસા અને રામધૂનનું આયોજન કરવામાં આવ્યું

ઓરકેષ્ટ્રા, ગાયક કલાકારો, મંડપ સુશોભન, હનુમાનજીને અન્નકૂટ અને સામૂહિક આરતી દ્વારા વાતાવરણ ભક્તિમાં તરબોળ

dir="ltr"> 
(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ :  હાંસલપુર - વિરમગામ જીઆઈડીસી ખાતે, "બજરંગ મંડલ" દ્વારા હનુમાન ચાલીસા અને રામધૂન નું આયોજન કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, જીઆઈડીસીના વેપારીઓ દ્વારા છેલ્લા ચાર વર્ષથી અવિરતપણે દર શનિવારે બપોરે ૩ થી ૪, હનુમાન ચાલીસા અને રામધૂન કરવામાં આવે છે. જેનો ૨૦૦ મો શનિવાર હોઈ, ભવ્ય ઉજવણી કરવામાં આવેલ હતી. મંડળના નિમંત્રણને માન આપી દેકાવાડાથી પૂજ્ય સંત શ્રી કાલિદાસ બાપુ, વંથલથી ગાદીપતિ શ્રી ભાર્ગવલાલજી, સોકલી ગુરકુલથી શ્રી રઘુવીર સ્વામી અને શ્રીજી સ્વામી, પંચમુખી હનુમાનજી મંદિરથી સ્વામીજી ઉપસ્થિત રહેલ અને આશીર્વચન પણ આપેલ. સચાણા વૃદ્ધાશ્રમના વડીલોને ગાડીઓમાં પ્રસંગમાં લાવી સત્સંગ કરાવવાની વ્યવસ્થા પણ હતી. વિરમગામ વિકાસ ડે કેર સંસ્થાના માનસિક દિવ્યાંગ બાળકોને પણ આ ભક્તિમય માહોલમાં આમંત્રિત કરેલ. કોરોના ગાઈડલાઈન અનુસાર માસ્ક અને સેનીટાઈઝરની વ્યવસ્થા રાખવામાં આવેલ.  ફેસબુક અને યુટ્યુબ લિંક દ્વારા કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવેલ. સર્વે ભક્તોજનો ને ભોજન પ્રસાદ પણ કરાવવામાં આવેલ. ઓરકેષ્ટ્રા, ગાયક કલાકારો, મંડપ સુશોભન, હનુમાનજીને અન્નકૂટ અને સામૂહિક આરતી દ્વારા વાતાવરણ ભક્તિમાં તરબોળ થયેલ હતું.
(4:58 pm IST)