Gujarati News

Gujarati News

News of Sunday, 24th October 2021

આબુથી અમદાવાદ આવતી એસ.ટી બસમાંથી 25 લાખના ડ્રગ્સ સાથે બે આરોપીની ધરપકડ

દરિયાપુરનો તારીક શેખ અને બારેજાનો તાહિરહુસેન કુરેશીબાતમીના આધારે સકંજામાં : 25.25 લાખનો મુદામાલ જપ્ત

અમદાવાદમાં આબુથી આવતી એસ.ટી બસમાંથી લાખોની કિંમતનું ડ્રગ્સ સાથે બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપીઓને પકડીને તેમની વિરુદ્ધ એન.ડી.પી.એસ એક્ટની કલમ 8(સી), 20(સી) તથા 29 મુજબ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની મળતી માહિતી પ્રમાણે, પોલીસને મળેલ બાતમીના આધારે દરિયાપુરનો તારીક શેખ અને બારેજાનો તાહિરહુસેન કુરેશી એમ.ડી ડ્રગ્સનો ભાગીદારીમાં ધંધો કરે છે અને જોધપુર રાજસ્થાન ખાતે ડ્રગ્સ લેવા ગયા છે. આ બંને શખ્શો ડ્રગ્સનો જથ્થો લઈને માઉન્ટ આબુથી એસ.ટી બસમાં બેસી અમદાવાદ આવવા નીકળ્યા હતા. બંને નાના ચિલોડાથી નરોડા તરફ ઓવરબ્રિજના છેડે ઉતરીને બારેજા જવાના છે. આથી રેડનું આયોજન કરીને સરકારી પંચો સાથે વોચ ગોઠવી ને રેડ પાડીને ડ્રગ્સના જથ્થા સાથે બંને શખ્શોને ઝડપી લીધા હતા. તાહિર હુસૈનના થેલામાંથી રૂ.25 લાખની કિંમતનું 250 ગ્રામ એમ.ડી ડ્રગ્સ મળી આવ્યું હતું.

પોલીસે ડ્રગ્સની સાથે મોબાઈલ ફોન તથા રોકડ રકમ મળીને કુલ 25.25 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આ સાથે ડ્રગ્સના કામમાં સંડોવાયેલા તારીક મોહમંદ ફરીદમીયાં નામના વ્યક્તિને પણ પકડી લીધો છે. હાલમાં પોલીસે આરોપીઓને પકડીને તેમની વિરુદ્ધ એન.ડી.પી.એસ એક્ટની કલમ 8(સી), 20(સી) તથા 29 મુજબ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

(6:08 pm IST)