Gujarati News

Gujarati News

News of Sunday, 24th October 2021

વડોદરાની એમએસ યુનિવર્સીટીમાં ભરતી કાંડ પ્રકરણમાં ધારાસભ્ય કેતન ઇનામદાર મેદાનમાં

ધારાસભ્ય ઇનામદારે કહ્યું-વિગતો નહી આપે તો પરિણામ ભોગવવા તૈયાર રહેવુ પડશે: MS યુનિવર્સિટીના નામને કલંક લાગે તે બાબત ચલાવી નહી લેવામાં આવે.

વડોદરાની એમએસ યુનિવર્સીટીમાં ભરતી કાંડ મુદ્દે ધારાસભ્ય કેતન ઇનામદાર સક્રિય થયા છે. યુનિવર્સીટીના 3 સિન્ડિકેટ અને સેનેટ સભ્યો કેતન ઈનામદારને મળવા પહોંચ્યા હતા.વડોદરાના સર્કીટ હાઉસમાં ધારાસભ્યે આ બેઠક બોલાવી હતી જેમાં હસમુખ વાઘેલા, દિલીપ કટારિયા, ચેતન સોમાણી ઈનામદારને મળવા પહોચ્યા હતા.તો સેનેટ સભ્યો સુનીલ કહાર અને વ્રજેશ પટેલ પણ સર્કીટ હાઉસની બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

 

સોમવારે મળનારી બેઠકમાં યુનિવર્સીટીનાં સત્તાધીશોએ ભરતી બાબતની વિગતો આપવી પડશે તેમ કહેતા ધારાસભ્ય ઇનામદારે કયું હતું કે, વિગતો નહી આપે તો પરિણામ ભોગવવા તૈયાર રહેવુ પડશે.કૌભાંડનો ભાંડો ફોડનાર સભ્યોને પ્રિસિન્ડીકેટમાંથી બાકાત રાખ્યા છે. MS યુનિવર્સિટીના નામને કલંક લાગે તે બાબત ચલાવી નહી લેવામાં આવે.

ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં ગત સપ્તાહે મસમોટું ભરતી કૌભાંડ સામે આવતા,તેના પડઘા ગાંધીનગર સુધી પડ્યા હતા. ગાંધીનગરથી એક નિરીક્ષ ટીમ પણ રાજકોટ પહોચીને તપાસમાં લાગી ગઈ હતી. હવે જોવાનું એ રહે છે કે, સાવલીના ધારા સભ્ય કેતન ઈનામદાર કેવા પ્રકારના ભરતી કૌભાંડનો પર્દાફાશ કરે છે.અને તેની શી દૂરોગામી અસર પડે છે.

(10:30 pm IST)