Gujarati News

Gujarati News

News of Sunday, 24th October 2021

તિલકવાડામાં સગીરા સાથે બળજબરી શરીર સંબંધ બાંધી ધમકી આપનાર શખ્સ વિરુદ્ધ ફરીયાદ

( ભરત શાહ દ્વારા )  રાજપીપળા : નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકના એક ગામમાં સગીર વયની દીકરી સાથે જબરજસ્તી શરીર સંબંધ બાંધી ધમકી આપનાર યુવાન વિરુદ્ધ ગુનો દાખલ થયો છે.
મળતી માહિતી મુજબ લગભગ 16 વર્ષીય સગીર વયની દીકરી છે તેમ મેહુલભાઇ ઇશ્વરભાઇ ભીલ રહે.વોરા કોલોની તા.તિલકવાડા નાઓ જાણવા છતાં તેણીનો વારંવાર પીછો કરી તેણીને દવા પીવાની ધમકી આપી છેડછાડ કરી તેણી સાથે તેમના ગામની સીમમાં કપાસના  ખેતરમા પંદરેક દિવસ ઉપર બપોરના એક વાગ્યના અરસામા તથા તા.૨૧/૧૦/૨૦૨૧ ના બપોરના અઢ્ઢી વાગ્યાના અરસામાં તેણીના ઘરમાં આવી પોતાની સાથે ભાગી જવાની વાત કરી દવા પી મરી જવાની ધમકી આપી જબર જસ્તી તેણીની સાથે શરીર સંબંધ બાંધી ગુનો કરતા તિલકવાડા પોલીસે યુવાન વિરુદ્ધ પોકશો અને બળાત્કાર નો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી છે.

(11:27 pm IST)