Gujarati News

Gujarati News

News of Sunday, 24th October 2021

અલકેશહસિહ ગોહિલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાજપીપળા ખાતે ધાબળાનું વિતરણ અને રક્તદાન શિબિર યોજાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેરમાં કરજણ પુલ નીચે,રેલવે સ્ટેશન સહિત ફૂટપાથ પર રહેતા નોંધારા લોકોને અલ્કેશસિંહ જે.ગોહિલ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પંચ દિન સેવા યજ્ઞના ત્રીજા દિવસે ઠંડી સામે રક્ષણ મળે તે માટે ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું. જેમાં ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા, સ્વામીનારાયણ સંપ્રદાયના સિધ્ધેશ્વર સ્વામીજી, ભાજપ જિલ્લા કારોબારી સભ્ય કમલેશભાઈ પટેલ નગરપાલિકા સદસ્યો, રાજપૂત યુવક મંડળના સભ્યો, ભાજપા યુવા મોરચા ના કાર્યકર્તાઓ તેમજ રાજપીપલા નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ અને રાજદીપ સિંહ ગોહિલ તેમજ પરિવાર ના અન્ય સદસ્યો ઉપસ્થિત રહ્યાં.
ત્યારબાદ આજે ચોથા દિવસે તારીખ 24 ઓક્ટોમ્બરે અલકેશહસિહ ગોહિલના નિવાસસ્થાન પાસે બ્લડ ડોનેસ કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં સંસદ મનસુખભાઇ વસાવા,પાલીકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ,રાજદીપસિંહ ગોહિલ,રેડ ક્રોસ સોસાયટી બ્લડ બેંક ના ચેરમેન એન.બી. મહિડા સહિત બ્લડ આપનાર દાતાઓ હાજર રહ્યા અને મોટી સંખ્યામાં બ્લડ ડોનેટ કર્યું હતું.તમામ દાતાઓને રેડ ક્રોસ સોસાયટી અને અલકેશહસિહ ગોહિલ ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

(11:30 pm IST)