Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યુનો કારણે અમદાવાદમાં એસટી બસ 450 રાત્રી ટ્રીપ કેન્સલ

અગાઉ રાજકોટથી 378, વડોદરાથી 531, સુરતથી 395 રાત્રિ ટ્રીપ કેન્સલ કરાઈ હતી

અમદાવાદ : રાજ્યના મહાનગરો વડોદરા, સુરત, રાજકોટ અને અમદાવાદમાં કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં લઈને 7 ડિસેમ્બર સુધી રાત્રિના 09થી સવારના 06 કલાક સુધી કરફ્યૂ જાહેર કરવામાં આવ્યો છે. જેથી લોકો બિનજરૂરી બહાર નીકળે નહીં અને કોરોના સંક્રમણ પર કાબુ મેળવી શકાય. આ સમયગાળા દરમિયાન ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા આ 4 મોટા શહેરોમાં રાત્રિ ટ્રીપ રદ્દ કરવામાં આવી છે.

 

અમદાવાદમાં 450 રાત્રિ દરમિયાન ઉપડતી બસો કેન્સલ કરાવામાં આવી છે. આ અગાઉ રાજકોટથી 378, વડોદરાથી 531, સુરતથી 395 રાત્રિ ટ્રીપ કેન્સલ કરવામાં આવી છે. બાકીની બસ પણ કરફ્યૂ સમય પહેલા જે-તે સ્થાને પહોંચે અને કરફયૂમાં છૂટ દરમિયાન જે-તે સ્ટેશનથી ઉપડે એવી વ્યવસ્થા કરવામાં આવશે. કરફ્યૂ દરમિયાન રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરાની બસ જે તે શહેરના બાયપાસ થઈ નીકળશે. આ ઉપરાંત બસનો સમય રિ-સીડ્યુલ કરાશે.

(11:47 am IST)