Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

...અને એ યુવતી ૩ માસુમ સંતાનોને તાપી નદીમા ફેકી પોતે પણ આપઘાત કરે તે અગાઉ છેલ્લી ઘડીએ ચમત્કાર સર્જાયો

મૂળ મોરબી પંથકના કોયલીના વતની અને સુરતમા પીઆઇ તરીકે ફરજ બજાવતા એ અધિકારીને કયા ખબર હતીકે કુદરત તેમને ૪ જિંદગી બચવવા નિમિત્ત્। બનાવવા માગે છે : અકિલા સાથેની વાતચીતમાં સુરતના પોલીસ ઇન્સ્પેકટર કુલદીપ ગઢવી કહે છે કે સંખ્યાબંધ સફળ કામગીરીના સંતોષ કરતા અનેકગણો સંતોષ જીવન સફળ થયાની અનુભૂતિ સાથે કુદરતના અસ્તિત્વનો અહેસાસ થયો

રાજકોટ તા. ૨૪ : પોલીસના લોકો સાથે ગેરવર્તન જેવા સમાચારોમાં હવે લોકોને નવી લાગતી નથી, પરંતુ આવી વાતોના ઢગલામાં કેટલાક માનવતાવાદી પોલીસ ઓફિસરો પણ છે જેની સત્ય કથા લોકો સુધી પહોંચે અને અન્યોને પ્રેરણા મળે તેવી છે.

મૂળ સૌરાષ્ટ્રના મોરબી પંથકના અને હાલ સુરતના જહાંગીરપુરા પોલીસ મથકમાં ફરજ બજાવતા પીઆઇ કુલદીપ ગઢવી ઘેરથી અઠવા લાયસન્સ નીકળ્યા બાદ ટ્રાફિક વધતા પહોંચવાની તૈયારીમાં હતા ત્યાં ઉપરી અધિકારીની તાકીદની બેઠકનો સંદેશ મળ્યો.ફરીથી ઊલટી દિશામાં જવુ પડશે તેવા વિચારથી થોડીવાર માટે મોઢા પર કંટલાના ભાવ આવ્યા. પરંતુ ઈશ્વર જે કંઈ કરે તે સારા માટે હોય તેવા વિચાર સાથે પરત ફરી રહ્યા હતા. ત્યારે મકાઈ પુલ પાસે એક ૨૮ વર્ષની યુવતીને લોકો સમજાવતા હતા પરંતુ ૩ સંતાનો સાથે એ યુવતી આત્મહત્યા કરવા મક્કમ હોવાનું સમજતા પીઆઇ કુલદીપ ગઢવીને વાર ન લાગી. તેઓ કુનેહથી તે યુવતી નજીક પહોંચી તેને વાતોમાં રાખી તેના ત્રણે બાળકોને સાઈડમાં એક તરફ કરતા શરૂઆતમાં એ ત્રણ સંતાનોની માતા દ્વારા વિરોધ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ આવા અનેક કિસ્સાઓમાં મદદરૂપ બનેલ કુલદીપ ગઢવી દ્વારા તે યુવતિને સમજાવી તેની સમસ્યાનો નિકાલ કરવા ખાત્રી આપી હતી. રેહના બાનું નામની યુવતી દ્વારા પતિ કંઈ કમાવવાના બદલે ત્રાસ આપવા સાથે ઘરમાં એક પૈસો આપતો ન હોવાની વ્યથા ચોધાર આશું વહેવડાવતા કરી. તેને શાંત કરી. રાંદેર પોલીસ મથકે મોકલી અને તેની સમસ્યા ઉકેલવા પ્રયાસ કર્યા.

સૌરાષ્ટ્રના કાર્યકાળ દરમ્યાન થાનમાં વધતી જતી ગુનાખોરી ધ્યાને લઈ તત્કાલીન રાજકોટ રેન્જ વડા પ્રવીણ સિંહાએ તેમની પસંદગી કરી અને તેમાં ફતેહ મેળવવા સાથે અનેક ગુન્હાઓ ભેદ ઉકેલનારને પોતાના થકી ચાર માનવ જિંદગી બચી તેનો મનોમન હર્ષ છે. તેમની આવી કામગીરી બદલ પોલીસ કમિશ્નર અજય કુમાર તોમર વિગેરે દ્વારા તારીફ કરવામાં આવેલ. હકારાત્મક વલણ ધરાવતા સુરત સીપીને કારણે પોલીસ તંત્રમાં પણ હકારાત્મક વલણના કિસ્સાઓનો પ્રમાણ વધતું જાય છે.

(3:34 pm IST)