Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

અમદાવાદમાં માસ્ક ન પહેરી સોશિયલ ડીસ્ટન્સનો ભંગ કરતા 17 દુકાનો સીલ કરવામાં આવી

અમદાવાદ: શહેરમાં કોરોનાના કેસોમાં આવેલા ભારે ઉછાળા બાદ સફાળા જાગેલા મ્યુનિ.તંત્રે માસ્ક નહીં પહેરતા નાગરિકો અને સોશિયલ ડિસ્ટન્સિંગ કોરાણે મુકીને વેપાર કરતા દુકાનદારો સામે પગલ લેવાનું શરૂ કર્યું છે. માસ્ક નહીં પહેરેલાઓના પહેલા રેપિડ ટેસ્ટ કરાવવામાં આવે છે. જો પોઝિટિવ હોય તે સમરસ કોવિડ સેન્ટરમાં દાખલ કરી દેવાય છે અને નેગેટિવ હોય તો રૂપિયા ૧,૦૦૦  નો દંડ કરીને જવા દેવામા ંઆવે છે. આજે સોમવારે ૧૭ એકમો સીલ કરાયા અને ૧.૬૬ લાખનો દંડ વસુલવામાં આવ્યો હતો.

આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ ઉત્તર પશ્ચિમ ઝોનના હેલ્થ વિભાગ  દ્વારા વસ્ત્રાપુર કલ્યાણ ટાવરમાં આવેલી  'ચાય દોસ્તી' નામની ચાની હોટેલ બંધ કરાવી દેવામાં આવી હતી. તેમાં એક ટેબલ પર એકને બેસાડવાને બદલે સાંકળી જગ્યામાંં ત્રણ-ત્રણ જણાને બેસાડવામાં આવ્યા હતા.  મોટાભાગના ગ્રાહકોએ તો માસ્ક પણ પહેર્યા નહોતા. હેલ્થ વિભાગે કામકાજ  બંધ કરાવી દીધું હતું.

(4:59 pm IST)