Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

અમદાવાદના ખાડિયા ચાર રસ્તા નજીક કર્ફ્યુ દરમ્યાન નશાની હાલતમાં કાર ચલાવતા શખ્સને પોલીસે અટકાવતા ઉશ્કેરાયેલ શખ્સે પોલોસને લાફો મારતા ધરપકડ

અમદાવાદ: શહેરના ખાડીયા ચાર રસ્તા પાસેથી કરફ્યુ દરમિયાન દારૂના નશામાં કાર લઈને જઈ રહેલા શખ્સને પોલીસે અટકાવતા તે ઉશ્કેરાઈ ગયો હતો. હું પ્રેસનો માણસ છું અને મને ગમે ત્યાં ફરવાની છુટ છે કહીને ફરજ પરના પોલીસ કર્મચારીને લાફો મારી દીધો હતો. જેને પગલે ખાડીયા પોલીસે ગુનો નોંધીને આરોપીની અટક કરી હતી.

ખાડીયા ચાર રસ્તા પર 23 નવેમ્બરના રોજ રાત્રે કરફ્યુને કારણે નાકાબંધી પોઈન્ટ હોવાથી ખાડીયા પોલીસ અહીં ફરજ બજાવતી હતી. દરમિયાન રાયપુર ચકલા તરફથી કાર ચાલક દારૂના નશામાં કાર હંકારીને આવતો હોવાની શંકા જતા પોલીસે તેને અટકાવ્યો હતો. તપાસ કરતા કાર ચાલક દારૂના નશામાં હોવાનું જણાયું હતું.

પોલીસે દારૂ પીવાની પરમીટ માંગતા તે ઉશ્કેરાઈ ગયો હતો અને હું પ્રેસનો માણસ છું મને ગમે ત્યાં ફરવાની છુટ છે, તમે મને રોકી ના શકો કહીને કારમાંથી નીચે ઉતરીને ફરજ પરના કોન્સ્ટેબલ રાજપાલસિંહ લાલુભાને લાફો મારી દીધો હતો. તપાસ કરતા તેના હાથ પર અગાઉ ક્યાંક વાગેલું હોવાનું અને લોહી નીકળતું હોવાનું જણાયું હતું. 

(5:00 pm IST)