Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

સુરતના ડિંડોલી રોડ નજીક બ્રિજ પાસે બાઈક સ્લીપ થઇ જતા ડિવાઇસર સાથે અથડાતા બે મિત્રો પૈકી એકનું મૃત્યુ

સુરત: શહેરના ડીંડોલી રોડ પર બ્રિજ પાસે બાઇક સ્લીપ થઈને ડિવાઈડર સાથે ભટકાતા સર્જાયેલા અકસ્માતમાં ઈજા પામેલા બે મિત્રો પૈકી એક યુવાનનું મોત નીપજ્યું હતું.

સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ ગોલવાડ ખાતે નવાપુરામાં વચલી શેરીમાં રહેતો 22 વર્ષીય પિયુષભાઈ નટવરભાઈ રાણા ગત તારીખ 22મી સાંજે તેના મિત્રો ભરત કુમાર કમલેશભાઈ રાણા (રહે બાલાજી કૃપા એપાર્ટમેન્ટ,સલાબતપુરા) સાથે મોટરસાયકલ પર ડીંડોલી ખાતે રહેતા તેના મિત્રને મળીને પરત આવવા નીકળ્યા હતા. તે સમયે ડિંડોલીના નવાગામ ઓવરબ્રિજ પાસે તેમની બાઇક સ્લીપ થઈને ડીવાઈડર સાથે અથડાઈ હતી. જેમાં બંને ઇન્ડિયા ખાતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં પિયુષનું મોત થયું હતું જ્યારે પિયુષ ડાયમંડ કંપનીમાં નોકરી કરતો હતો અને તેના મિત્રો પણ ડાયમંડની કંપનીમાં નોકરી કરે છે. આ અંગે ઉધના પોલીસે તપાસ આદરી છે.

(5:03 pm IST)
  • અમદાવાદમાં નવી કોવીદ હોસ્પિટલો શરૂ : અમદાવાદમાં છ નવી કોવિડ હોસ્પિટલો શરૂ કરવામાં આવી છે જે પૈકી ત્રણ હોસ્પિટલોમાં વધારાની બેડ ખાલી હોવાનું અમદાવાદ કોર્પોરેશને જણાવ્યું છે. access_time 9:53 pm IST

  • ચંદ્રની ભૂમિ ઉપરથી પથ્થરો લાવવાનું ચીનનું અભિયાન શરૂ : ચીને ચંદ્ર ઉપરથી પથ્થરો પૃથ્વી ઉપર પરત લાવવા માટેનું પોતાનું પહેલું મિશન સફળતાપૂર્વક શરૂ કર્યું છે. access_time 9:53 pm IST

  • દેશમાં કોરોનાના કેસનો આંકડો 92 લાખને પાર પહોંચ્યો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 38,296 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 92,16,049 થયો : એક્ટીવ કેસ 4,42,176 થયા: વધુ 33,487 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 86,37,126 રિકવર થયા : વધુ 407 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,34,661 થયો access_time 12:00 am IST