Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

રાજ્યમાં કોરોના બેફામ :નવા 1510 કેસ નોંધાયા : કુલ કેસનો આંક 2 લાખને પાર પહોંચ્યો :વધુ 16 લોકોના મોત :વધુ 1286 દર્દીઓ સાજા થતા કુલ 1,82,473 લોકોએ કોરોનાને મ્હાત આપી : કુલ કેસનો આંક 2,00,409 થયો :મૃત્યુઆંક 3892

રાજ્યમાં આજે સૌથી વધુ અમદાવાદમાં 347 કેસ,સુરતમાં 286 કેસ,વડોદરામાં 181 કેસ, રાજકોટમાં 128 કેસ,ગાંધીનગરમાં 74 કેસ, બનાસકાંઠામાં 47 કેસ, મહેસાણામાં 43 કેસ, જામનગરમાં 39 કેસ, ખેડામાં 32 કેસ,પંચમહાલમાં 26 કેસ, નર્મદામાં 24 કેસ, અમરેલી અને જૂનાગઢમાં 23-23 કેસ, ભરૂચ અને મહીસાગરમાં 21-21 કેસ, નોંધાયા : હાલ 14,044 એક્ટિવ કેસ

અમદાવાદ : અમદાવાદમાં કોરોના વિસ્ફોટ થયાની સાથે રાજ્યમાં કોરોનાના નવા કેસમાં ઝડપી વધારો થઇ રહયો છે, દિવાળી પહેલા કોરોના વાયરસ ધીમો પડયો  હતો નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો તેવામાં છેલ્લા કેટલાક દિવસોથી અચાનક નવા કેસમાં વધારો થઇ રહ્યો છે ત્યારે આજે રાજ્યમાં આજે  1510 નવા કેસ નોંધાતા ભારે ચિતાની લાગણી પ્રસરી છે

 રાજ્યમાં આજે કોરોનાના નવા  1510 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે વધુ 1286 દર્દીઓ સ્વસ્થ થયા છે રાજ્યમાં કોરોના કેસનો કુલ આંકડો 2 લાખને પાર પહોંચ્યો છે કુલ કેસની સંખ્યા 2,00,409 થઇ છે જયારે આજે વધુ 1286 દર્દીઓ સાજા થતા અત્યાર સુધીમાં કુલ 1,82,473 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં વધુ 16 લોકોનો કોરોનાએ ભોગ લીધો છે આ સાથે રાજ્યમાં મૃત્યુઆંક વધીને 38 92 થયો છે

  . રાજ્યમાં હાલ 14,044 એક્ટિવ કેસ છે, જ્યારે 94  દર્દી વેન્ટીલેટર પર છે અને 13,950 લોકો  સ્ટેબલ છે.

  રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 12 સુરત કોર્પોરેશનમાં 3,બોટાદમાં 1 મળીને કુલ 16 લોકોના  મોત થયા હતા.

   રાજ્યમાં આજે નોંધાયેલા કોરોનાના નવા 1510 કેસમાં સૌથી વધુ અમદાવાદમાં 347 કેસ,સુરતમાં 286 કેસ,વડોદરામાં 181 કેસ, રાજકોટમાં 128 કેસ,ગાંધીનગરમાં 74 કેસ, બનાસકાંઠામાં 47 કેસ, મહેસાણામાં 43 કેસ, જામનગરમાં 39 કેસ, ખેડામાં 32 કેસ,પંચમહાલમાં 26 કેસ, નર્મદામાં 24 કેસ, અમરેલી અને જૂનાગઢમાં 23-23 કેસ, ભરૂચ અને મહીસાગરમાં 21-21 કેસ, નોંધાયા છે

 રાજ્યમાં આજે કોરોનાના  85,625 ટેસ્ટ કરાયા છે અત્યાર સુધીમાં કુલ 73,89,330 ટેસ્ટ કરાયા છે રાજ્યમાં સાજા થવાનો દર 91,05 ટકા છે

(7:21 pm IST)