Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

બમણી વયના પતિથી ત્રાસેલી મહિલાને અભયમે બચાવી

લોકડાઉનમાં ઘરેલુ હિંસાના બનાવ વધ્યા : પાડોશીની સહાયતાથી ૧૮૧ ઉપર ફોન કરતા મહિલાને બચાવી લઇને સુરક્ષા ગૃહમાં મોકલી આપવામાં આવી

અમદાવાદ, તા. ૨૪ : કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને લાગુ થયેલા લોકડાઉનમાં ઘરેલુ હિંસાની ફરિયાદો ખૂબ જ ઝડપથી વધતી જોવા મળી હતી. આ સ્થિતિમાં મહિના હેલ્પલાઈન નંબર ૧૮૧એ મહિલાઓનું રેસ્ક્યૂ તેમજ પરિવારના સભ્યોનું કાઉન્સેલિંગ કર્યું હોય તેવી પ્રવૃતિઓમાં પણ વધારો થયો હતો. સરકારે લોકડાઉન તો હટાવી લીધું પરંતુ ઘરેલુ હિંસાના કેસ ઘટ્યા હોય તેમ લાગતું નથી. અમદાવાદ શહેરમાં સોમવારે ઘરેલુ હિંસાનો વધુ એક કિસ્સો સામે આવ્યો હતો. જેમાં ૨૫ વર્ષની પીડિતાએ પાડોશીની મદદથી ૧૮૧ મહિલા હેલ્પલાઈનને ફોન કરતાં ટીમે તેને બચાવી લીધી હતી. મૂળ લખનઉની પીડિતાએ હેલ્પલાઈન પર ફોન કરીને જણાવ્યું હતું કે, તેનો પતિ તેને રૂમમાં પૂરીને મારઝૂડ કરે છે અને તે મુશ્કેલીથી ત્યાંથી નીકળીને બીજાના ફોનમાંથી મદદ માટે કોલ કરી રહી છે. ફરિયાદ મળ્યા બાદ હેલ્પલાઈન ટીમના કાઉન્સેલર અંજના વોરા ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

પીડિતાએ તેમની સાથે વાત કરતાં કહ્યું હતું કે, તેના માતા-પિતાએ તેની મરજી વિરુદ્ધ તેનાથી બમણી ઉંમરના ૫૦ વર્ષના વ્યક્તિ સાથે લગ્ન કરાવ્યા હતા. તેનો પતિ રોજ શારીરિક સંબધ બાંધવા માટે બળજબરી કરતો હતો અને જો તે ના પાડે તો તેનો પતિ તેના પ્રાઈવેટ પાર્ટમાં ઈજા પહોંચાડતો હતો. જે હવે અસહ્ય થઈ રહ્યું હતું. પીડિતાના માતા-પિતાએ પૈસા માટે લગ્ન કરાવ્યા હોવાથી તે પિયર પણ જઈ શકે તેમ નહોતી અને તેથી તેણે ૧૮૧ હેલ્પલાઈનની મદદ માગી હતી. હાલ પીડિતાને સુરક્ષા ગૃહમાં મોકલવામાં આવી છે. આ વિષયમાં અગાઉ સામાજશાસ્ત્રી ગૌરાંગ જાનીએ જણાવ્યું હતું કે, ઘરેલુ હિંસાના કેસો અચાનક વધવા પાછળનું એક કારણ લોકડાઉન બાદનો તણાવ છે. પરિવાર જો સાથે રહે તો તેમના સંબંધ મજબૂત બને છે, પરંતુ હાલની સ્થિતિએ આપણી સામાજિક અને આર્થિક લાઈફને ઘણી અસર કરી છે. મહામારી પહેલા પણ જીવનમાં તણાવ હતો, પરંતુ વ્યક્તિ કામથી બહાર જાય ત્યારે તે ઘરના પ્રોબ્લેમ્સ ભૂલી જતો હતો. કેટલાક નોકરી ગુમાવવા અને આવક ઘટવાથી સ્ટ્રેસમાં છે. આપણા સમાજમાં પતિ પોતાની પત્ની અથવા બાળકો પર ગુસ્સો કાઢે છે અને આવું જ થયું છે. પરિણામે નાની બાબતમાં પણ ઝઘડા થઈ રહ્યા છે અને ઘરેલું હિંસાના કેસ વધી રહ્યા છે.

(9:07 pm IST)
  • થાણેમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના નેતા જમીલ શેખની ગોળી મારી હત્યા થઈ છે. મોટરસાયકલ ઉપર આવેલા બે અજાણ્યા શખ્સોએ શેખનો પીછો કરી માથામાં ગોળી મારી હત્યા કરી હતી. access_time 8:40 am IST

  • દેશમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો :એક્ટિવ કેસમાં સતત ઘટાડો :રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 34,564 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 91,75,876 થયો :એક્ટીવ કેસ ઘટીને 4,37,778 થયા:વધુ 39,364 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 86,00,808 રિકવર થયા :વધુ 440 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,34,213 થયો access_time 12:36 am IST

  • અમદાવાદમાં નવી કોવીદ હોસ્પિટલો શરૂ : અમદાવાદમાં છ નવી કોવિડ હોસ્પિટલો શરૂ કરવામાં આવી છે જે પૈકી ત્રણ હોસ્પિટલોમાં વધારાની બેડ ખાલી હોવાનું અમદાવાદ કોર્પોરેશને જણાવ્યું છે. access_time 9:53 pm IST