Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલના લાંચ કેસમાં ઇન્ચાર્જ રેસિડેન્ટ મેડિકલ ઓફિસર ડો. ઉપેન્દ્ર પટેલના કોર્ટે જામીન ફગાવી દીધા

લોકો ડોકટરોને ભગવાન માની રહ્યા છે ત્યારે આવા સમયમાં પણ ભ્રષ્ટચાર ખૂબ જ દૂરભાગ્યપૂર્ણ

અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં 1 કરોડથી વધુની રકમના ફૂડ બિલ પાસ કરવા માટે 8 લાખ રૂપિયાની લાંચ માંગવામાં સંડોવાયેલા ઇન્ચાર્જ રેસિડેન્ટ મેડિકલ ઓફિસર ડો. ઉપેન્દ્ર પટેલના કોર્ટે જામીન ફગાવી દીધા છે. અગાઉ ઇન્ચાર્જ એડમિનિસ્ટ્રીવ ઓફિસર અને મેડિકલ અધિકારી – ડો. શૈલેષ પટેલના પણ જામીન ફગાવી દેવામાં આવ્યા હતા.

અગાઉ કોર્ટે નોંધ્યું હતું કે કોરોના મહામારીના કટોકટીના સમયમાં જ્યારે સરકારી કર્મચારીઓને પુરા પગાર મળી રહ્યાં છે અને લોકો ડોકટરોને ભગવાન માની રહ્યા છે ત્યારે આવા સમયમાં પણ ભ્રષ્ટચાર ખૂબ જ દૂરભાગ્યપૂર્ણ છે અને આવા ભ્રષ્ટચારથી સમાજના વિશ્વાસ અને અર્થતંત્ર પર ફટકો પડે છે

કોર્ટે નોંધ્યું કે ફરિયાદીના ભાઈ કે જે સોલા સિવિલ હોસ્પિટલમાં કોવિડ ડ્યુટી પર હાજર રહેનાર ડોકટર્સ અને સ્ટાફને ભોજન અને ચા-પાણી સહિતની સુવિધા પૂરી પાડવાનું હતું અને આરોપી ડોક્ટરે (ઇન્ચાર્જ એડમિનિસ્ટ્રીવ અધિકારી) અને ડોકટર ઉપેન્દ્ર પટેલે કોરોનાકાળ દરમીયાન પેન્ડિંગ 1 કરોડથી વધુ રકમના બિલ પાસ કરવા અને કેન્ટીનનો કોન્ટ્રાકટ રીન્યુ કરવા માટે કુલ 18 લાખની લાંચ માંગી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ કેસના તપાસ અધિકારી દ્વારા કોર્ટ સમક્ષ આરોપી અને ફરિયાદી વચ્ચે ટેલિફોનિક રેકોર્ડ અને કોલ ડિટેલ સહિતની વિગતો પંચનામાં રજૂ કરી હતી. જેથી આરોપી સામે પ્રાથમિક દ્રષ્ટિએ પુરાવવા ઉપલબ્ધ હોવાથી જો જામીન આપવામાં આવે તો પુરાવવા સાથે ચેડાં થઈ શકે છે, જેથી કોર્ટે આરોપી જામીન ફગાવ્યા હતા.

અરજદારના વકીલ તરફે રજુઆત કરવામાં આવી હતી કે અરજદાર – આરોપી હોસ્પિટલમાં એડમિનિસ્ટ્રીવ ઓફિસર છે અને તેમનું કામ બીલનું વેરિફિકેશન કરવાનું છે જ્યારે બિલ પાસ કરવાની સત્તા સુપરિટેનડેન્ટ પાસે હોય છે. બધા બિલ સુપરિટેનડેન્ટ દ્વારા પાસ કરવામાં આવ્યા હોવાની દલીલ કરી હતી.

આ કેસને લગતી માહિતી આપતા ACBના (એન્ટી કરપશન બ્યુરો) અધિકારીએ જણાવ્યું હતું કે કોવિડ ડ્યુટીમાં હાજર ડોકટર્સ અને મેડિકલ સ્ટાફને ભોજન અને ચા-પાણીની સુવિધાનો કોન્ટ્રાકટ ફરિયાદીના ભાઈને આપવામાં આવ્યો હતો. જોકે ત્રણ મહિનાથી 1 કરોડ રૂપિયા જેટલાની રકમનો બિલ પેન્ડિંગ હોવાથી તેને પાસ કરાવવા અરજદાર – આરોપી દ્વારા 8 લાખ રૂપિયા લાંચ માંગવા આવી હતી. આ લાંચ સ્વીકારતા તેઓ રંગેહાથ ઝડપાઇ ગયા હતા

(10:12 pm IST)