Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

રાજપીપળામાં રોકેટ ગતિએ વધતો કોરોના ચિંતાજનક છતાં કોવિડ ના નિયમોની એસીતેસી કરતા લોકો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આજે મંગળવારે નર્મદા જિલ્લામાં કુલ 23 કોરોના પોજેટિવ કેસ જોવા મળ્યા જે પૈકી 10 કેસ રાજપીપળા શહેરના હોવા છતાં લોકો કોવિડ-૧૯ ના નિયમોનું પાલન કરતા નથી,પોલીસ વારંવાર દંડનીય કાર્યવાહી કરે છે છતાં માસ્ક,સોસિયલ ડિસ્ટન્સ જેવી બાબતે લોકો હજુ ગંભીર થતા ન હોવાથી રોકેટ ગતિ એ કોરોનાનો આંકડો વધતો જોવા મળી રહ્યો છે.

શાક માર્કેટ કે મુખ્ય બજારો ની નાની દુકાનો માં પણ ગ્રાહકો ની ભારે ભીડ જોવા મળે છે જેમાં મોટા ભાગના માસ્ક અને ડિસ્ટન્સ વગર બિન્દાસ ફરતા જોવા મળતા હોય છે જેના કારણે કોરોના નો સતત વધી રહ્યો હોય આવી સ્થિતિ આખા જિલ્લામાં હોવાથી આવનારા દિવસોમાં નર્મદા જિલ્લામાં પણ અન્ય મોટા શહેરો ની જેમ કરફ્યુ લાગશે તેમ લાગી રહ્યું છે.માટે સાવચેતી જરૂરી બની છે.

(11:13 pm IST)