Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

કોંગ્રેસને વોટ આપવો એનો અર્થ તમારો વોટ બગાડવોઃ ચૂંટણીમાં કોંગ્રેસની ૫ થી ઓછી સીટો આવશેઃ અરવિંદ કેજરીવાલ

આ વખતે ગુજરાતમાં ઘણું મોટું પરિવર્તન થવા જઈ રહ્યું છે, ભગવાન કોઈ મોટો ચમત્‍કાર કરવાના છેઃ ગુજરાતી ભાષામાં અપીલ કરી

રાજકોટ તા.૨૪: આમ આદમી પાર્ટીના સુપ્રીમો અને દિલ્‍હીના મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલે કોંગ્રેસને મત ન આપવા અપીલ કરી છે. ગુજરાતી ભાષામાં અરવિંદ કેજરીવાલ બોલી રહ્યા છે જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલએ કોંગ્રેસના સમર્થકોને અપીલ કરી છે કે, શું તમે કોંગ્રેસના સમર્થક છો? શું તમે કોંગ્રેસને વોટ આપો છો?જો તમે કોંગ્રેસના સમર્થક છો, તો મારી તમને વિનંતી છે કે, આ વખતે તમે કોંગ્રેસને વોટ ન આપતા.આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને વોટ આપજો.

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલએ વિડીયોમાં વધુમાં જણાવ્‍યું છે કે,કોંગ્રેસને વોટ આપવો એનો અર્થ છે તમારો વોટ બગાડવો.કોંગ્રેસની સરકાર નથી બનવાની.આ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની ૫થી ઓછી સીટો આવશે.કોંગ્રેસના જે પણ ધારાસભ્‍ય જીતશે એ જીત્‍યા પછી ભાજપમાં જતા રહેશે.આ વખતે બધી બાજુ આમ આદમી પાર્ટીનો જ માહોલ છે.

જો તમારો વોટ આમ આદમી પાર્ટીને મળી જશે, તો આમ આદમી પાર્ટીની સરકાર જરૂર બની જશે.આ વખતે ગુજરાતમાં ઘણું મોટું પરિવર્તન થવા જઈ રહ્યું છે.ભગવાન કોઈ મોટો ચમત્‍કાર કરવાના છે.તમે પણ ભગવાનની ઈચ્‍છા અનુસાર આ પરિવર્તનનો ભાગ બનો.તેમ અંતમા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલએ જણાવ્‍યું હતું.

(3:56 pm IST)