Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

વડોદરા:દહેજ માટે શારીરિક માનસિક ત્રાસ આપી પરિણીતાને આપઘાત કરવા મજબુર કરનાર દંપતીની જામીનની અરજી અદાલતે નામંજૂર કરી

વડોદરા: દહેજ માટે શારીરિક અને માનસિક ત્રાસ આપી પરણીતાને આપઘાત માટે મજબૂર કરવા શહેરના ગોત્રી પોલીસ મથકે નોંધાયેલ ગુનામાં  સંડોવાયેલ દંપતીની આગોતરા જામીન અરજ અદાલતે ના મંજુર કરવાનો હુકમ કર્યો છે.

આ અંગેની વિગત એવી છે કે, ગોત્રી પોલીસ મથકે નોંધાયેલ આપઘાત માટે દુષ્પપ્રેરણાના ગુનામાં વોન્ટેડ સંજય તાપીરામ કાપસે અને પુષ્પા સંજય કાપસે (રહે - મહારાષ્ટ્ર ) એ  અદાલતમાં પોતાના આગોતરા જામીન માંગતી અરજ ગુજારી હતી. અરજદાર તરફે ધારાશાસ્ત્રી એ.આર.ત્રિવેદીએ દલીલો કરી હતી કે, અરજદારો તદ્દન નિર્દોષ છે. આગોતરા જામીન ઉપર મુક્ત થવા માટે પ્રથમ દર્શનીય કેસ છે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા સહ આરોપીને જામીનમુક્ત કરવામાં આવ્યા છે. જેથી જામીન અરજી મંજૂર રાખવા વિનંતી છે. જ્યારે સરકાર તરફે પી.પી. પી.સી.પટેલએ દલીલો કરી હતી કે, ફરિયાદીની મૃતક દિકરીએ સ્યુસાઇડ નોટમાં જણાવ્યું હતું કે, દહેજ પેટે ૦૪ લાખની માંગ કરી શારીરિક અને માનસિક ત્રાસ આપી આત્મહત્યા  માટે મજબૂર કરી હતી. જેથી તેણી બેડરૂમના પંખાના હુક સાથે દુપટ્ટા વડે ગળેફાંસો ખાઇ આપઘાત કરતા આત્મહત્યા માટે દુષ્પપ્રેરણા અંગેનો ગંભીર ગુનો છે. આગોતરા જામીન મળે તો સમાજમાં ખોટી અસર જશે. બંને પક્ષોની દલીલો, તપાસ અધિકારીનું સોગંદનામુ તથા પુરાવાની ચકાસણી બાદ ચોથા એડિશનલ સેશન્સ ન્યાયાધીશ માધુરી ધ્રુવકુમાર પાંડેયએ નોંધ્યું હતું કે, આ કેસમાં ચાર્જશીટ દાખલ થઈ ગઈ છે. અરજદાર આરોપીઓના ઘરના સદસ્ય સાથે ગુનો બન્યો છે. તેઓને જાણ હોવા છતાં કોર્ટ સમક્ષ હાજર રહ્યા નથી. હાલના તબક્કે આગોતરા જામીન આપવામાં આવે તો ટ્રાયલના તબક્કે ગેરહાજર રહેવાની શક્યતા છે.

(6:01 pm IST)