Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

વડોદરાના ડભોઇ-વાઘોડિયા રિંગરોડ પર ફેકટરીમાં કામ કરતો કર્મચારી ત્રણ લાખના લેન્સ ચોરી જતા ગુનો દાખલ 

વડોદરા: ડભોઇ વાઘોડિયા રીંગ રોડ પર દર્શન ગ્રીન સોસાયટીમાં રહેતા નયનભાઈ જયંતીભાઈ પટેલ હરિભક્તિ એસ્ટેટમાં લેબના નામે ફેક્ટરી ચલાવે છે જે ફેક્ટરીમાં તેઓ અલગ અલગ પ્રકારના લેન્સ બનાવે છે વાડી પોલીસને તેમને જણાવ્યું હતું કે ફેક્ટરીમાં થતો પ્રોડક્શનનો માલ નાના સ્ટોર રૂમમાં તથા ફેક્ટરી ના બીજા માળે આવેલા મોટા સ્ટોર રૂમમાં રાખવામાં આવે છે આ માલના ઉત્પાદન તથા વેચાણનો હિસાબ ભાવનાબેન ચીખલીયા રાખે છે અને આ હિસાબ 45 થી 60 દિવસમાં કરવામાં આવે છે ફેક્ટરીમાં કુલ 44 કર્મચારીઓ ફરજ બજાવે છે તે પૈકી રાજેશ જયંતીભાઈ વસાવા તથા ચિરાગ પંચાલ તેમના ફેમિલી સાથે ફેક્ટરીની ઉપર આવેલા ક્વોટરમાં રહેશે અને અમારી ફેક્ટરીમાં નોકરી કરે છે રાત્રે 10:00 વાગે કર્મચારીઓ છૂટીને ઘરે જાય ત્યારે રાજેશભાઈ વસાવા ફેક્ટરી બંધ કરે છે ત્યારબાદ ફેક્ટરી ની ચાવી ડીલીવરી મેન અમારા ઘરે દરરોજ આપી જાય છે ગત એક જ 20મી નવેમ્બરે બપોરે સવા વાગે અમારી ફેક્ટરીમાં કામ કરતા વિપુલભાઈ ફેક્ટરી બાર ખુલ્લી જગ્યામાં કોઈ કામ અર્થે ગયા ત્યારે તેમની નજર ફેક્ટરીના કાચા મટીરીયલની એક લેન્સની જોડી પર પડી હતી તેથી ફેક્ટરીના નાના મોટા સ્ટોર રૂમમાં રાખેલો સ્ટોક ચકાસ કરતા ગરબડ થઈ હોવાનું જણાય આવ્યું હતું જેથી હરિભક્તિ એસ્ટેટના સિક્યુરિટીવાળા સુધીર જાદવને પૂછતા તેમને જણાવ્યું હતું કે ફેક્ટરીમાં કામ કરતો રાજેશ વસાવા માણસ વહેલી સવારે પોણા ચાર વાગે થેલામાં કોઈક વસ્તુ ભરી ઓટોરિક્ષામાં પાછળ બેસીને જતો હતો જેથી મેં તેને રોક્યો હતો તેના પુસ્તક તેણે મારો માલ સામાન થેલીમાં છે તેવું જણાવ્યું હતું ત્યારબાદ તે મને ધક્કો મારી રિક્ષામાં બેસીને જતો રહ્યો હતો. અમે અમારી ફેક્ટરીના સીસીટીવી કેમેરા ચેક કરતા રાજેશ વસાવા ફેક્ટરી માંથી કોઈક વસ્તુ ભરીને જતો રહ્યો હોવાનું જણાયું હતું કુલ 3.6 લાખના કાચના લેન્સ તે ચોરી ગયો હતો.

(6:02 pm IST)