Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

આ ચૂંટણી ગુજરાતના ભવિષ્‍યને નક્કી કરવા માટે પરંતુ 5 વર્ષ નહીં 25 વર્ષનો નિર્ણય કરવા માટેની છેઃ નરેન્‍દ્રભાઇ

અરવલ્લી જિલ્લાના મોડાસામાં જાહેરસભા ગજવતા વડાપ્રધાન

મોડાસાઃ વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ મોડાસા ખાતે જાહેરસભા સંબોધી હતી.

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓને આડે હવે સાવ ગણતરીના દિવસો બાકી છે. ત્યારે તમામ રાજકીય પક્ષો પોતાની સરકાર બનાવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે. ગઇ કાલથી બે દિવસીય માટે વડાપ્રધાન ગુજરાતમાં છે. ગઇ કાલે ચાર જંગી સભા સંબોધી હતી. આજે મોદીની ગુજરાતમાં ચાર સભા છે .પહેલી સભા પાલનપુરમાં સંબોધી હતી. ત્યાર બાદ અરવલ્લીના મોડાસામાં પહોંચ્યા હતા. ત્યારબાદ દહેગામ અને બાવળામાં જનમેદનીને સંબોધન કરશે. ગઇકાલે વડાપ્રધાને મહેસાણા, દાહોદ, વડોદરા અને ભાવનગરમાં જનમેદનીને સંબોધન કર્યું હતું.

મોડાસામાં જનમેદનીને સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતુ કે

- કેમ છે આપણુ મોડાસા ?

- તમને બધાને મળીને આનંદ થાય છે.

- આ ચૂંટણી ગુજરાતના ભવિષ્યને નક્કી કરવા માટે પરંતુ 5 વર્ષ નહીં 25 વર્ષનો નિર્ણય કરવા માટે છે.

- 2047માં આપણુ ગુજરાત દુનિયામાં બરાબરીમાં ઉભુ છે કે કેમ તેના માટે ચૂંટણી છે

- હુ આ ચૂંટણીમાં પ્રચાર કરવા નથી આવ્યો મને ખબર જ છે તમે ચૂંટણી જીતાડવાના જ છો

- પરંતુ છતા પણ હુ આવ્યો છુ. કારણ કે તમારા આર્શીવાદ લેવા આવ્યો છુ.

- આ આર્શીવાદ દેશની સેવા કરવા માટે તાકાત આપે છે.

- આ વખતે ઉત્તર ગુજરાત નવા મિજાજમાં જ દેખાય છે

- આ વખતે ઉત્તર ગુજરાતમાં 100 ટકા કમળ ખિલશે

- દિલ્હીમાં જ ઘરના માણસ બેઠા જ છે. તો તેને જે કામ કરવાનો મોકો આપો આ સમજદારી ઉત્તર ગુજરાતમાં છે.

- કોંગ્રેસ પાર્ટીને ગુજરાતને પછાત રાખવામાં જ રસ રહ્યો છે

- અમે નક્કી કર્યુ છે અમારે વોટ બેંકના રસ્તે નહી વિકાસના રસ્તે થવુ છે

- લોકોએ નક્કી કર્યુ છે કે ભાજપને 100 ટકા જ મતદાન કરશે

- ભાજપ પર વિશ્વાસ અને કોંગ્રેસ પર અવિશ્વાસ એનુ કારણ એ છે કે વર્ષો સુધી લોકોએ અમને જોયા છે

- તમારા પડોશમાં રાજસ્થાન છે ત્યાંથી સારા સમાચાર સાંભળવા મળે છે ?

- કોંગ્રેસ ત્યા ભલુ નથી કરી શકતી તો ગુજરાતમાં કંઇ ભલુ કરી શકે

- 20 વર્ષમાં અને સમસ્યા ઘટાડવાનુ અને સુવિધા વધારવાનું કામ અમે કર્યુ છે

- 20 વર્ષ પહેલા રસોઇમાં લાકડા લેવા જવુ પડતુ હતુ. આજે ઘરે-ઘરે ગેસ અમે આપ્યા છે

- 20 વર્ષ પહેલા નાના કામ માટે પણ ગાંધીનગર ધક્કા ખાવા પડતા હતા. અમે અનેક સેન્ટરો બનાવ્યા જ્યાંથી સરકારને માહિતી મોકલી શકો છે

- 20 વર્ષમાં અમે ઘરે ઘરે વીજળી, રોડ-રસ્તા માટે કામ કર્યું છે

- આ કામ કોંગ્રેસ કરી શકતી હતી, પણ એને કામ નહીં કટકી કરવી હતી

-ગુજરાતને કુપોષણમાંથી સુપોષણ કરવાનું કામ અમે કર્યું છે

- દીકરીઓને પોષણ આપવા માટેનું કામ કર્યું છે, હોસ્પિટલમાં ડીલીવરીની ચિંતા કરી છે

-દુનિયાની સૌથી મોટી આયુષ્યમાન યોજના અમે લાવ્યા

-કોઇપણ બીમારીમાં 5 લાખ સુધીનું બીલ તમારો દીકરો ભરે છે

-ગુજરાતમાં ત્રણ લાખ કરતાં વધારે બહેનોને સીધા તેમના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવાનું કાર્ય અમે કર્યું છે

-ગુજરાત સરકારની મા યોજનાથી ગુજરાત સ્વસ્થય થયું છે

-આપણે પાણી માટે વલખા મારતા હતા, દિવાળી પછી તો સાવ ફાંફા પડી જતા હતા

-અરવલ્લી જિલ્લાના ખેડૂતોના ખાતામાં સીધા 400 કરોડ રૂપિયા જમા થયા છે

-મોઢેરામાં આખુ ગામ સોલારથી ચાલતુ કરી દીધું છે, માટે ઘરે ઘરે આવું કરવું

-ઘરે ઘરે વીજળીનું કારખાનું કરવું છે, જેનાથી તમે વેચીને પણ કામ કરી શકો

-ગુજરાતમાં 62 હજાર કરોડ રુપિયાનો વેપાર પશુપાલન ક્ષેત્રે થઈ રહ્યો છે.

-મારા આદિવાસીઓભાઇઓનો વિકાસ કરવા મે ઘણું કામ કર્યું

-તમે મને દિલ્હીમાં મોકલ્યો અને મે મારા આદિવાસીઓનું વિચારવાનું ચાલુ કર્યું

-વીજળીમાંથી કમાણી થાય એ વાત તો મોદી જ કરી શકે

- આટલી મોટી સંખ્યામાં આવ્યા છો ત્યારે મારુ એક કામ કરશો

- આ વખતે અરવલ્લી જિલ્લામાં 100 ટકા મતદાન કરાવશો ?

-જો અરવલ્લી જિલ્લો મારો છે એટલ હકથી કહી શકુ છુ.

- હવે આપણે સુખ શાંતિની જીંદગી જીવીએ છીએ કે નહી, હવે ક્યાંય હિન્દુ-મુસલમાન આવે છે ક્યાંય?

-આપણી પાસે અઠવાડીયું જ રહ્યું છે, તમારે ઘરે ઘરે જઇને કમળ ખીલવાડવા મહેનત કરવાની છે

-ઘરે ઘરે જઇને વડિલોને કહેવાનું છે, આપડા નરેન્દ્રભાઇ મોડાસા આવ્યા હતા અને તમને પ્રણામ કર્યા છે

-વડિલોને પ્રણામ કહેશો તો મને આશીવાર્દ મળશે અને તેનાથી મને એનર્જી મળશે

(6:02 pm IST)