Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

ધોલેરા હિન્દુસ્તાનનું મોટામાં મોટુ કેન્દ્ર બનશે : બાવળામાં જનસભાને સંબોધતા પીએમ મોદી

20 વર્ષ પહેલા સવા બે લાખ ઘરમાં વીજળીનું કનેક્શન હતું, અમે આવીને લગભગ 5 લાખ કરતા વધુ ઘરોમાં પહોચાડ્યું

અમદાવાદ :રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓને આડે હવે સાવ ગણતરીના દિવસો બાકી છે. ત્યારે તમામ રાજકીય પક્ષો પોતાની સરકાર બનાવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે છે. ગઇ કાલથી બે દિવસીય માટે વડાપ્રધાન ગુજરાતમાં છે. ગઇ કાલે ચાર જંગી સભા સંબોધી હતી. આજે મોદીની ગુજરાતમાં ચાર સભા છે .પહેલી સભા પાલનપુરમાં સંબોધી હતી. ત્યાર બાદ અરવલ્લીના મોડાસામાં અને હવે દહેગામ પહોંચ્યા હતા અને ત્યારબાદ બાવળામાં જનમેદનીને સંબોધી હતી. ગઇકાલે વડાપ્રધાને મહેસાણા, દાહોદ, વડોદરા અને ભાવનગરમાં જનમેદનીને સંબોધન કર્યું હતું.

બાવળામાં જનમેદનીને સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતુ કે કદાચ મારા જીવનની પહેલી ઘટના હશે કે બાવળા આવુ અને લીલાબહેનના દર્શન ન થાય. ગયા 40 વર્ષથી હુ જોતો હતો સમાજ માટેની તેમની નિષ્ઠા અને પ્રતિષ્ઠા.104ના માણેક બાએ મને આર્શીવાદ આપ્યા આ મારુ સૌભાગ્ય છે,માતાઓના આર્શીવાદ એ જ આપણી શક્તિ અને પૂંજી છે..આજની મારી ચોથી સભા છે,-ગુજરાતમાં જે વાતાવરણ જોયુ છે એ કંઇક જુદુ જ છે.

  આ ચૂંટણી ન નરેન્દ્ર કે ન ભૂપેન્દ્ર લડે છે. આ ચૂંટણી ગુજરાતની જનતા લડી રહી છે.-જ્યાં ગયો ત્યાં એક જ વાત એક જ અવાજ, એક જ ઉત્સાહ, એક જ ઉમંગ.એકબાર..અમદાવાદ જિલ્લો ચારે તરફ વિકસી રહ્યો છે,પૂજ્ય બાપુ કહેતા ભારતનો આત્મા ગામડામાં વસે છે

કોંગ્રેસ તો આ આત્માને જ ભૂલી ગઇ,હમણા આપણે નિર્ણય કર્યો કે માતૃભાષામાં ભણવાનુ, આ નિર્ણય ગામડાને તાકાત આવશે,કોંગ્રેસની નિતીને કારણે શહેર અને ગામડા વચ્ચે ખાઇ હતી.

મને યાદ છે સાણંદમાં હુ ઔદ્યોગિક વિકાસની શરૂઆત કરતા હતા ત્યારે કેટલાય લોકો એ સવાલ કર્યા હતા.ત્યારે સાણંદના લોકો પાસે રૂપિયા ગણવાનુ મશીન સાથે રાખતા

રિક્ષામાં રૂપિયાનો કોથળો લઇને ચાર બંગડીવાળી ગાડી ખરીદવા જતા આ પરિવર્તન પંથકમાં આવ્યુ છે,20 વર્ષ પહેલા તાલુકા સ્થળે પણ સ્કૂલ ન હતી. જિલ્લા સ્તરે જવુ પડતુ હતુ..આ કઠીન સમયમાંથી ગુજરાતને બહાર કાઢવાનું કામ અમે કર્યુ છે,આજે ગુજરાતના ગામડાઓમાં વિજળી મળતી થઇ છે.,શહેરમાં જેમ વિજળી ,પાણી અને ગેસ મળે તેમ ગામડામાં મળતુ થયુ છે.20 વર્ષ પહેલા સવા બે લાખ ઘરમાં વીજળીનું કનેક્શન હતું, અમે આવીને લગભગ 5 લાખ કરતા વધુ ઘરોમાં પહોચાડ્યું.છે

 ગામડાને જીવનમાં સ્થિરતા મળે તેવુ કામ કર્યુ,આજે સાબરમતી જીવતી કરી દીધી છે,આજે મહેનતનું પરિણામ જોવા મળે છે ,સેંકડો ગામ એવા છે ત્યાં સાબરમતીનું પાણી આવે છે., ગામડામાં જળસ્તર વધે તેવી ચિંતા કરી છે.સિંચાઇની સુવિધાથી ચોખાની ખેતીમાં દોઢ ગણુ ઉત્પાદન વધાર્યુ, પોણા બે લાખ ઉજ્જવલા યોજના મારફતે આ પટ્ટામાં ગેસ કનેક્શન પહોંચાડ્યા,મધ્યમ વર્ગ પરિવારના જીવનમાં જેમને છોકરાઓના અંગ્રેજીમાં ભણવાની સંભાવના ના હોય તેમના માટે સરળ બન્યું જેના કારણે ગામડાની તાકાત વધી,20 વર્ષ પહેલા ઔદ્યોગિક વિકાસ અહીં થઈ શકે, ધોળકા કે ધંધુકા એની કોઈ કલ્પના પણ કરી શકતું ન હતું. ધોલેરોનાનું તો નામ કોઈ ના લે.આ પૈસા ખેડૂતોના ખિસ્સામાં ગયા, પાણી, બિયારણ, દવા સમયસર મળે છે

અહીંની આપણી રાઇસ મિલો, ગુજરાતમાં રાઇસ મિલ 400 છે, જેમાં 100 તો બાવળામાં છે

- ભાજપની સરકારની કારણે આપણે ત્રણ-ચાર મહિના મહત્ત્વના નિર્ણય લીધા છે જે માતાને ધૂમાડામાં જિંદગી વિતાવવી પડતી હતી, જેમાં 400 સિગારેટનો ધૂમાડો શરીરમાં જતો, આપણે ઘરે ઘરે ગેસ સિલિન્ડર પહોંચાડી આ ધૂમાડામાંથી મુક્તિ અપાવી છે, માતાઓ દુખી થતી હોય ત્યારે ચિંતા થાય પણ તેનો દીકરો દિલ્હીમાં બેઠો છે, દર વર્ષે પાંચ લાખ રૂપિયાની બીમારી આવે તે સરકાર ચૂકવી રહી છે,ગામડાંનો સંતુલિત વિકાસ એ આપણો નિરંતર પ્રયાસ રહ્યો છે.,ધોલેરા હિન્દુસ્તાનનું મોટામાં મોટુ કેન્દ્ર બનવાનું છે., વડાપ્રધાન બન્યા પછી લોથલને ફરી જાગતુ કર્યુઅત્યારે 'સ્ટેચ્યૂ ઓફ યુનિટી'નું જેટલું મહત્વ છે એવું જ આ લોથલનું મહત્વ હું ઊભું કરવાનો છું. 2017માં હતી એવી આ ચૂંટણી નથી,આ ચૂંટણી કોની સરકાર બને તેના માટે નથીઆ ચૂંટણી આગામી 25 વર્ષમાં ગુજરાત કેવુ બને તેની છે.25 વર્ષનો મજબૂત પાયો નાખે તેવી સરકાર બનાવવાની છે. એટલા માટે મારી તમારી પાસે અપેક્ષા છે પૂરી કરશો? ભૂતકાળમાં પુલીંગ બુથમાં જે કંઇ મતદાન થયુ છે તેનો રેકોર્ડ તોડવાનો છે.એમાંથી કમળ નિકળશે તો જ ભાજપ મજબૂત થશે

 

 

(7:00 pm IST)