Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

અમદાવાદ જિલ્લો: મતદાન જાગૃતિ માટે અમદાવાદમાં મેરેથોન દોડનું આયોજન

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરની રહેશે પ્રોત્સાહક ઉપસ્થિતિ: અંદાજે ૧૦,૦૦૦ રનર્સ મેગા મેરેથોનમાં સહભાગી થશે: ૨૭મી નવેમ્બરે સવારે ૭.૩૦ કલાકે વલ્લભ સદનથી થશે મેરેથોન દોડનો પ્રારંભ

અમદાવાદ :જિલ્લા સ્વીપ નોડલ અને જિલ્લા શિક્ષણાધિકારી, અમદાવાદ શહેરની અખબાર યાદીમાં જણાવ્યા અનુસાર ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી ડિસેમ્બર ૨૦૨૨માં યોજાનાર છે. જેમાં તારીખ ૦૫ ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ અમદાવાદ જિલ્લામાં મતદાન યોજનાર છે. વિધાનસભાની સામાન્ય ચૂંટણી દરમિયાન મહત્તમ મતદાન થાય તેમ જ સમાજના દરેક વર્ગો તેમના હક્કનો અચૂક રીતે ઉપયોગ કરે અને નૈતિક મતદાનને સતત પ્રોત્સાહન મળે તે માટે એક મેગા મેરેથોન દોડનું આયોજન જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી અમદાવાદ શહેરના નેજા હેઠળ કરવામાં આવેલ છે.

મેરેથોન દોડ તા.૨૭/૧૧/૨૦૨૨, રવિવારના રોજ સવારે ૦૭.૩૦ કલાકે વલ્લભ સદન (આશ્રમ રોડ)થી રિવરફ્રન્ટ રોડથી રિવરફ્રન્ટ પાર્ક માર્ગથી ઇન્કમટેક્સ ચાર રસ્તાથી ટાઈમ્સ ઓફ ઇન્ડિયા થઈ વલ્લભ સદન પરત ફરશે.
ઉપરોક્ત કાર્યક્રમમાં અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી ડૉ. ધવલ પટેલ ઉપસ્થિત રહેશે. મેગા મેરેથોન દોડમાં અંદાજિત ૧૦,૦૦૦ દોડવીરો ભાગ લેનાર છે. આ મતદાન જાગૃતિ મેરેથોન દોડમાં જોડાવવા ઈચ્છુક ભાઈઓ-બહેનો માટે જાહેર આમંત્રણ છે

 

(8:47 pm IST)