Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

ગાંધીનગરના દિવ્યાંગ મતદારોને પ્રશિક્ષિત કરવા જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું

દિવ્યાંગ મતદાર જાગૃતિ કાર્યક્રમ તેમજ શપથવિધિ, સાઈન અને સેલ્ફી બુથ સહિતના ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન

અમદાવાદ :  ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી- 2022ના અનુસંધાને ચૂંટણી પંચ દ્વારા પ્રારંભ કરવામાં આવેલા ‘અવસર લોકશાહીનો’ અભિયાન અંતર્ગત દિવ્યાંગો દ્વારા પણ વધુ સંખ્યામાં મતદાન થાય એ હેતુથી સાધના પેરેન્ટસ એસોસિએશન ઓફ મેન્ટલી ચેલેન્જ્ડ પર્સન, ગાંધીનગર ખાતે દિવ્યાંગ મતદાર જાગૃતિ કાર્યક્રમ તેમજ શપથવિધિ, સાઈન અને સેલ્ફી બુથ સહિતના ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

(12:31 am IST)