Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

23 ફેબ્રુઆરીથી શરૂ થશે ગુજરાત વિધાનસભાનું સત્ર :રાજ્યપાલ આચાર્ય દેવવ્રત કરશે સદનને સંબોધિત:24મીએ બજેટ રજૂ કરાશે

25 દિવસ સુધી ચાલનારા આ સત્રમાં બજેટ સિવાય સામાન્ય ચર્ચા અને સરકારી બિલ પર ચર્ચા થશે

ગાંધીનગર : ગુજરાતમાં 15મી વિધાનસભાનું સત્ર 23 ફેબ્રુઆરીથી શરૂ થશે. 25 દિવસ સુધી ચાલનારા આ સત્રમાં સરકાર બજેટ રજૂ કરશે. વિધાનસભા સદનમાં બજેટ સિવાય સામાન્ય ચર્ચા અને સરકારી બિલ પર ચર્ચા થશે. બંધારણની કલમ 176 (1) અનુસાર આ વર્ષનું પ્રથમ સત્ર છે. 23 ફેબ્રુઆરીએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વિધાનસભા સદનને સંબોધિત કરશે, જે બાદ રાજ્યપાલના અભિભાષણ પર વિધાનસભા સદનમાં આભાર પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે.

 વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ મીડિયા સાથે વાતચીત કરતા કહ્યુ કે વર્ષ 2023-24નું બજેટ 24 ફેબ્રુઆરીએ વિધાનસભા સદનમાં રજૂ કરવામાં આવશે. આ બજેટ સત્ર છે, માટે બજેટ પર સામાન્ય ચર્ચા અને માંગો પર ચર્ચા માટે બેઠક આયોજિત કરવામાં આવશે. વિધાનસભામાં રજૂ થનારા બજેટને લઇને 16 બેઠક મળશે અને તેમાં બજેટને લઇને ચર્ચા કરવામાં આવશે.

 

સત્ર દરમિયાન, સરકારી બિલ અને સરકારી કામો પર ચર્ચા માટે પાંચ બેઠક આયોજિત કરવામાં આવશે, જેની હેઠળ સરકારી બિલ અને સરકારી કામકાજના મુદ્દા પર ચર્ચા થશે. વિધાનસભા સત્રનો પ્રથમ કલાક પ્રશ્નકાળનો હશે. જ્યારે વિધાનસભા સત્ર દરમિયાન 25 કામના દિવસ હશે.

(10:11 pm IST)