Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

ભુછાડ ટેકરીથી વાઘેથા જવાના રોડ પર ટેમ્પોએ એક્ટિવાને ટક્કર મારતા ચાલકને ફેક્ચર

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકાના ભુછાડ ગામ નજીક પૂરપાટ આવતા ટેમ્પોએ એક્ટિવા ગાડીને ટક્કર મારતાં એક્ટિવા નાં ચાલકને ઇજા કરતા પોલીસે ગુનો દાખલ કર્યો છે

  મળતી માહિતી અનુસાર ચૂનીલાલભાઈ અંબાલાલભાઈ વસાવા (રહે- ભૂછાડ ટેકરી)ની ફરિયાદ મુજબ તેઓ તથા સતિષભાઇ ગોરધનભાઇ વસાવાનાઓ એક્ટીવા ગાડી નં. GJ-22- Q- 2949 ની લઇને વાઘેથા બેસણામા જતા હતા તે વખતે એક ટાટા કંપનીનો ટેમ્પો નં GJ-22-U-3393 નો ચાલકે પોતાનો ટેમ્પો પુરપાટ હંકારી લાવી એક્ટીવા સાથે અથાડી એક્સિડંટ કરી ચુનીલાલ ભાઇને જમણા પગમા ફેક્ચર કરતા રાજપીપળા પોલીસે ટેમ્પો ચાલક સામે ગુનો દાખલ કર્યો છે.

(10:40 pm IST)