Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

દિક્ષાર્થીઓનો ભવ્‍ય વરઘોડો : કાલે દિક્ષા

પદ્‌મભૂષણ પ.પૂ.આ.ભ. રત્‍નસુંદરસુરિશ્વરજી મ.સા. તથા સાધુ - સાધ્‍વીજીઓની પાવન નિશ્રા

(કેતન ખત્રી દ્વારા) અમદાવાદ તા. ૨૫ : જિન શાસનના દિવ્‍ય માર્ગે પ્રસ્‍થાન કરતા આઠ મુમુક્ષુઓના સુવર્ણ અવસરેᅠ દીક્ષાર્થીઓના પરિવારજનોમાં અનેરો આનંદ છવાયો છે. તુમ્‍હી હો માતા-પિતા તુમ્‍હી હો એ પ્રાર્થના બધાને ખબર જ છે, પરંતુ બંનેનું સંયુક્‍ત સ્‍વરૂપ એટલે મુમુક્ષુના દિવ્‍ય જીવન માટે અનન્‍ય સાનિધ્‍ય અને પ્રેમાળ વાત્‍સલ્‍યનું જીવંત ઉદાહરણᅠછે.

સ્‍પર્શ નગરીના આંગણે આવો દિવ્‍ય અવસર આવ્‍યો છે અને ત્રણ મુમુક્ષુ ભાઈઓને પદ્મભૂષણ પરમ પૂજય આચાર્યᅠ ભગવંત શ્રીમદ્‌ વિજય રત્‍નસુંદરસૂરીશ્વરશ્રી મહારાજના હસ્‍તે અને પાંચ મુમુક્ષુ બહેનોને પૂજય સાધ્‍વી સંવેગનિધિ શ્રીજી મહારાજ સાહેબના હસ્‍તે રજોહરણ ગ્રહણ કરાવવામાં આવશે.

બાહ્ય જગત એટલે કે સાંસારિક જગતમાં એવું લાગે છે કે જૈન દીક્ષા એ તપ અને તિક્ષીક્ષા અને વ્રત ઉપવાસ યુક્‍ત કષ્ટમય જીવન પરંતુ જિન શાસનનો માર્ગ ગ્રહણ કરનાર મુમુક્ષુઓ માટે દિવ્‍ય જીવન દ્વારા આત્‍માની ઉન્નતિનો સુઅવસર છે. આ દિવ્‍ય અવસર પ્રસંગે વૈરાગ્‍ય વારિધિ આદિ મહારાજ સાહેબો તેમજ માતૃ હૃદયા સાધ્‍વી રોહીનાશ્રી, સાધ્‍વી હેમરત્‍નાશ્રીજી તેમજ ૧૦૦ થી વધુ સાધુ ભગવંતો અને સાધ્‍વીગણના આશીર્વાદ પ્રાપ્ત થશે. સદ્‌ગુરૂની સન્‍માર્ગ દેશના સ્‍પર્શ આ સ્‍પર્શ મહોત્‍સવને સુવર્ણ અવસર બનાવી રહ્યો છે, ત્‍યારે સંયમ અને ચારિત્રના માર્ગે પ્રવેશી રહેલા મુમુક્ષુઓને આવકારવા મોટી સંખ્‍યામાં શ્રાવકો અને શ્રાવિકાઓનો ઉત્‍સાહ દ્વિગુણિત થઇ રહ્યો છે.

અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્‍ડ ખાતે ચાલી રહેલ સ્‍પર્શ મહોત્‍સવ અંતર્ગત ૮ મુમુક્ષુઓની દિક્ષા વિધીના બીજા દિવસે ૩ મુમુક્ષ ભાઇઓ તથા પાંચ મુમુક્ષુ બહેનોનો ભવ્‍ય વરસીદાનનો વરઘોડો નિકળ્‍યો હતો. જેમાં મોટી સંખ્‍યામાં શ્રાવક - શ્રાવિકાઓ જોડાયા હતા. દિક્ષા મહોત્‍સવ કાલે તા. ૨૬ને ગુરૂવારના રોજ યોજાશે.

દિક્ષા મહોત્‍સવ પ્રસંગે ૮ મુમુક્ષો ચેતનભાઇ, અમનભાઇ, શૈલભાઇ, શારદાબેન, મયણાબેન, અંજલીબેન, ખુશીબેન તથા યશ્‍વીબેનની પ્રવજ્‍યા યાત્રાના પ્રથમ દિવસે શ્રી નેમિનાથ પ્રભુનો શાંતિધારા અભિષેક યોજાયેલ. સાથે જ પૂ. ગુરૂદેવે યાત્રા ઉપકરણથી અંતઃકરણ તરફ વિષય ઉપર પ્રવચન ફરમાવ્‍યું હતું.

દિક્ષા મહોત્‍સવના બીજા દિવસે ગઇકાલે નવકારશી બાદ પૂ. ગુરૂદેવે સંયમક બહુ મિલે વિષય ઉપર મનનીય પ્રવચન ફરમાવેલ. બપોરે ૧૨ કલાકે સ્‍વામી વાત્‍સલ્‍ય તથા ૨.૩૦ કલાકે કપડા રંગવાની વિધી તથા મહેંદી રસમ યોજાયેલ. જ્‍યારે રાત્રે ૮ કલાકે બેઠુ વરસીદાનનો પ્રસંગ સંગીતના સથવારે ઉજવાયેલ.

જ્‍યારે આજે સવારે નવકારશી તથા સવારે ૯ કલાકે આઠ દિક્ષાર્થીઓનો વરસીદાનનો વરઘોડાનો જીએમડીસી ગ્રાઉન્‍ડથી શરૂ થયો હતો. બપોરે ૧૨ કલાકે સ્‍વામીવાત્‍સલ્‍ય તથા ૨.૩૦ વાગ્‍યે પૂ.શ્રીનું રજોહરણ, તુ છે તારણહાર વિષય ઉપર મનનીય પ્રવચન યોજાયેલ. જ્‍યારે બપોરે ૪ કલાકે અંતિમ વાયણા અને રાત્રે ૮ કલાકે ભવ્‍ય વિદાય સમારંભનું આયોજન સ્‍પર્શ નગરીમાં કરવામાં આવ્‍યું છે.

આવતીકાલે તા. ૨૬ના દિક્ષા દિવસે સવારે ૭ કલાકે દિક્ષાવિધીનો શુભારંભ થશે. ૮ વાગ્‍યે નવકારશી તથા બપોરે ૧૨ કલાકે સ્‍વામીવાત્‍સલ્‍ય યોજાશે. ઉપરાંત દિક્ષા દિને પૂ. ગુરૂદેવ દ્વારા લીખીત ૧૧ પુસ્‍તકોનું એક સાથે વિમોચન પણ યોજાશે.

(3:47 pm IST)