Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

નડિયાદમાં વાણીયાવાડ સર્કલ નજીક દુકાનમાંથી પોલીસે બાતમીના આધારે ઈ સિગારેટનો જથ્થો ઝડપી પાડયો

નડિયાદ : નડિયાદ વાણીયાવડ સર્કલ નજીક આવેલ ડંકાવાલા પાન સેન્ટર પર પોલીસે દરોડો પાડી વગર લાઇસન્સ છે જુદી જુદી બ્રાન્ડની વેપ ઈ-સિગારેટ લીકવીડ ચાર્જેબલ તથા ચાર્જેબલ નો જથ્થો નિકોટીન યુક્ત જુદી જુદી ફ્લેવરની રીફીલો કુલ નંગ ૧૫ કિંમત રૂ.૧૬૫૦૦ નો જથ્થો ઝડપી પાડયો હતો. આ સંદર્ભે એસ.ઓ.જી પોલીસે એકશખ્સની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

ખેડા એસઓજી પોલીસ મથકના જવાનો નડિયાદ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. દરમિયાન પોલીસને બાતમી મળેલ કે વાણીયાવડ સર્કલ પાસે આવેલ ડંકાવાલા પાન સેન્ટર નામની દુકાનમાં ઈ - સિગારેટ (વેપ) તથા લિક્વિડ નિકોટીન વાળો જથ્થો ભારત બહારથી મંગાવી પોતાની દુકાનમાં સંગ્રહ કરી પોતાના ગ્રાહકોને ઈ - સિગારેટના સ્વરૂપમાં ગેરકાયદે વેચાણ કરે છે. આ બાતમીના આધારે એસઓજી પોલીસે ડંકાવાલા પાન સેન્ટર પર દરોડો પાડી કાઉન્ટર પર બેઠેલની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ જિતેન્દ્ર અરજણભાઈ વાધમશી (ઉ.વ.૩૯) (રહે. વિદ્યુત નગર નડિયાદ) હોવાનું જણાવ્યું હતું. પોલીસે દુકાનમાં તપાસ કરતા ઈ - સિગારેટ જુદી જુદી બ્રાન્ડના નંગ ૧૫ મળી આવ્યા હતા. જેની કિંમત રૂ.૧૬૫૦૦ હતી.પોલીસે જિતેન્દ્રનેઆ ઈ-સિગારેટ ક્યાંથી અને કોની પાસેથી લાવે છે તેમજ તેના બીલો મંગાવતા જિતેન્દ્ર એ વડોદરા વાઘોડિયા રોડ ઉપર આવેલ હરીશ પાન પાર્લરના માલિક પાસેથી ખરીદી હોવાનું જણાવ્યું હતું. આ બનાવ સંદર્ભ નડિયાદ શહેર પોલીસે એસઓજી પોલીસની મદદથી જિતેન્દ્ર વાધમશી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(5:45 pm IST)