Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

સુરતના કામરેજમાં નકલી ઘી બનાવવાનું કૌભાંડનો પર્દાફાશ :માકણા ખાતેથી સમગ્ર રેકેટ ઝડપાયું :પોલીસે 13 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

1725 કિલો નકલી ઘીનો જથ્થો જપ્ત કરાયો: અલગ અલગ ડબ્બામાં નકલી ઘી પેકિંગ કરાયુ :ઘીના નમૂના ફૂડ વિભાગને ચકાસણી માટે મોકલાયા

સુરતના કામરેજમાં નકલી ઘી બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે.કામરેજના માકણા ખાતેથી સમગ્ર રેકેટ ઝડપાયું છે. પોલીસે 13 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.જેમાં 1725 કિલો નકલી ઘીનો જથ્થો જપ્ત કરાયો છે.અલગ અલગ ડબ્બામાં નકલી ઘી પેકિંગ કરાયુ હતુ. ઘી ના નમૂના ફૂડ વિભાગને ચકાસણી માટે મોકલાયા છે

 અત્રે ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે  ડિસેમ્બર માસમાં સચિનમાંથી સુમુલના શુદ્ધ ઘીના નામથી ડુપ્લીકેટ ઘી બનાવી વેચાણ કરતી ટોળકી ઝડપાઈ સુરતના સચિન વિસ્તારમાંથી સુમુલ શુદ્ધ ઘી ના નામથી ડુપ્લીકેટ ઘી બનાવી વેચાણ કરતી ટોળકી ઝડપાઈ હતી. સચિન પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી આ ટોળકીને ઝડપી પાડી હતી. પોલીસે આ ટોળકીને ત્યાં તપાસ કરી કુલ ૧.૫૮ લાખની કિમતનો મુદામાલ કબજે કર્યો છે.તેમજ આ ઘટનામાં એક ઈસમને વોન્ટેડ પણ જાહેર કર્યો હતો.

સચિન પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન બાતમી મળી હતી કે સચિન સ્લમ બોર્ડ ખાતે સુમુલ શુદ્ધ ઘીના નામથી ડુપ્લીકેટ ઘીનું ઓટો રીક્ષામાં વેચાણ કરવામાં આવી રહ્યું છે. બાતમીના આધારે પોલીસે સુમુલ ડેરીના અધિકારીઓને બોલાવી સાથે રાખી સચિન સ્લમ બોર્ડ પાસેથી રીક્ષા ઝડપી પાડી હતી.

આ ઘટનામાં પોલીસે રમઝાન ઉસ્માનગની શેખ, ગોટુસિંગ ગોવિદસિંગ રાજપૂત તથા રતનલાલ માધવલાલજી પારેખની અટકાયત કરી હતી. પોલીસે રીક્ષામાંથી ૬૯,૯૦૦ ની કિમતના ૧ લીટરના ૧૩૦ પાઉચ, ત્રણ મોબાઈલ અને રીક્ષા કબજે કરી હતી. તેમજ પકડાયેલા ઘીના જ્ત્ત્થાની સુમુલ ડેરીના અધિકારીઓ દ્વારા ખાત્રી કરતા ડુપ્લીકેટ હોવાનું જણાઈ આવ્યું હતું

(7:59 pm IST)