Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

કોર્પોરેશનની ચૂંટણી બાદ વિધાનસભાની ચૂંટણીમાં હવે ઍઆઇઍમઆઇઍમ કોîગ્રેસ ઉપર ભારે પડે તેવી શક્યતા

ગુજરાતની 6 મહાનગરપાલિકાના પરિણામો જાહેર થયા હતા. જેમાં ભાજપનો ભવ્યો વિજય થયો હતો અને કોંગ્રેસની હાર જોવા મળી હતી. AIMIM અને AAPની પણ ગુજરાતના રાજકારણમાં એન્ટ્રી થઈ ગઈ છે. સુરતમાં આમ આદમી પાર્ટીએ 27 સીટો મળી છે અને અમદાવાદમાં ઓવૈસીની પાર્ટીને કોંગ્રેસના ગઢમાં જ ગાબડું પાડી 7 સીટો લઈ આવી છે. આ પરિણામોને લઈ આગામી વિધાનસભા ચૂંટણીમાં AIMIM કોંગ્રેસ પર ભારી પડે શકે તેવી શક્યતા સેવાઈ રહી છે.

ઓવૈસીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડી દેતા કોંગી કાર્યકરોમાં ભાર નિરાશા જોવા મળી રહી છે. જમાલપુરમાં AIMIMની આખી પેનલ વિજેતા થઈ છે તો મક્તમપુરા વોર્ડમાં 3 ઉમેદવારો વિજેતા થયા છે. જો કે, જમાલપુરમાં AIMIMના ઉમેદવાર અફસાનાબાનુ નસીરુદ્દીન ચિશ્તીને સૌથી વધારે મત મળ્યા છે.

આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે અને આ વખતે કોંગ્રેસે પોતાની વોટ બેંક સાચવવી ખુબ જ જરુરી છે. હાલ મુસ્લિમ વિસ્તારમાં તમામ કોંગ્રેસના ધારાસભ્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ પરિણામો પણ હવે સાફ દેખાઈ રહ્યા છે. AIMIM વિધાનસભા ઈલેક્શનમાં કોંગ્રેસ પર ભારે પડી શકે તેવી પુરી શક્યતા સેવાઈ રહી છે. રાજકીય વિશ્લેષણોના મતે, અત્યાર સુધી લઘુમતી વોટ બેંકોનો સીધો ફાયદો કૉંગ્રેસને થતો હતો પરંતુ આ વખતે ઓવૈસીએ આવીને બાજી મારી છે. આવનારી વિધાનસભામાં કૉંગ્રેસને લોઢાના ચણા ચાવવા પડે તેવી સ્થિતિ સર્જાઇ શકે છે. કૉંગ્રેસને અમદાવાદમાં ઓવૈસીની પાર્ટીએ તથા સુરતમાં આપે મજબૂત ટક્કર આપી છે. ત્યારે સુરતમાં પણ આગામી વિધાનસભામાં કૉંગ્રેસ માટે મુશ્કેલ બની રહી શકે છે.

ઓવૈસી જીતેલા ઉમેદવાર સાથે મળી નવી રણનીતિ ઘડશે

ગતરોજ અસદુદ્દીન ઓવૈસી અમદાવાદમાં જીતેલા ઉમેદવારોને મળવા માટે ખાનપુર ખાતેની એક લક્ઝુરિયસ હોટલમાં આવ્યા હતા. તેઓ તમામ ઉમેદવારને મળ્યા હતા.જેમાં લોકોને ઓવૈસીની આવવાની માહિતી મળતા મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા. ઓવૈસીએ અફસાનાબાનુ, બીના પરમાર,મુસ્તાક ખાદીવાલા અને મોંહમ્મદ રફીક શેખ સાથે એક મીટિંગનું આયોજન કર્યું હતું અને આગામી સમયમાં આવનારી વિધાનસભામાં કઈ રીતે પણ જીત માટેની ચર્ચાઓ કરી હતી.

ઓવૈસીએ કોંગ્રેસનું ગણિત બગાડ્યું

ઓવૈસીની એન્ટ્રી અને તેઓની જાહેરસભાની ઇફેક્ટ અમદાવાદમાં દેખાઈ આવી છે. લઘુમતી વિસ્તારમાં કોંગ્રેસનું ગણિત ફેરવી નાખ્યું છે. હવે આગામી 2022ની વિધાનસભામાં કોંગ્રેસના બાપુનગર અને ખાડિયા સહિત જમાલપુર વિસ્તારમાં ગાબડું પડે એવાં સમીકરણો રચાયાં છે. એની સાથે કોંગ્રેસના ચાલુ ધારાસભ્ય ચિંતામાં મુકાયા છે.

(5:01 pm IST)