Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

મોડાસાથી શામળાજી નજીક જઈ રહેલ ક્જઝરી બસના ચાલકે મહિલાને હડફેટે લેતા ગમખ્વાર અકસ્માત

મોડાસા:તાલુકાના દાવલી ગામના સવિતાબેન વણકર તેમના પુત્ર પંકજ સાથે ગત મંગળવારે બપોરે પોતાનું બાઈક લઈ વરથુ ગામે તેમના દિકરીને મળવા  ગયા હતા. વરથુ ગામે દિકરીને મળી પરત દાવલી ફરી રહેલ આ સવિતાબેન ને ઘરે છોકરાઓ માટે કંઈક લઈ જવાનું મન થતાં જીવણપુર ચોકડી એ બાઈક લઈ ઉભા રહયા હતા અને પંકજભાઈ દુકાને વેફર લેવા ગયા ત્યારે સવિતાબેન તેમની રાહ જોઈ રોડ સાઈડે ઉભા હતા. દરમ્યાન મોડાસા તરફ થી પુરઝડપે આવી રહેલ લકઝરી બસ નં.જીજે. ૦૯.ઝેડ.૯૬૫૧ ના ચાલકે પોતાના કબ્જાની બસને બેદરકારી ભરી રીતે હંકારી રોડ સાઈડે ઉભા રહેલા સવિતાબેન ને અડફેટે લઈ લીધા હતા અને અકસ્માત સજર્યો હતો.

 આ અકસ્માતમાં માથા તેમજ શરીરના ભાગે ગંભીર રીતે ઘવાયેલ સવિતાબેન લેંબાભાઈ વણકર ઉ.વ.૫૨ રહે.દાવલી નું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજયું હતું. આ અકસ્માતને પગલે સ્થળ ઉપર લોકોના ટોળા જામ્યા હતા. પરંતુ બસ ચાલક અકસ્માત સર્જી ભાગી છુટયો હતો. મૃતકના પુત્ર નરેન્દ્રકુમારે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશને અકસ્માત અંગેની ફરીયાદ નોંધાવતા પોલીસે લકઝરી બસના ચાલક વિરૂધ્ધ ઈન્ડીયન પીનલ કોડ અને મોટર વાહન અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે આ અકસ્માતને પગલે વરથુ,દાવલી ગામે મૃતકના પરીવારજનો,સંબંધીઓમાં શોક છવાયો હતો.

(5:36 pm IST)