Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

ડીસા તાલુકાના થેરવાડા ગામમાં વહેલી સવારે ખેતરોમાં રીછ જોવા મળતા લોકોના ભયનો માહોલ

બનાસકાંઠા:જિલ્લાના ડીસા તાલુકાના થેરવાડા ગામમાં વહેલી સવારે એક ખેતરમાં રીંછ દેખાતા ગામમાં ભયનો માહોલ છવાયો હતો. તેમજ એક યુવક પર રીંછે હુમલો કર્યો હતો. સ્થાનિક લોકો દ્વારા ફોરેસ્ટ વિભાગને જાણકરતા ફોરેસ્ટ  વિભાગ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જ્યારે ભારે જહેમત બાદ રીંછ ફોરેસ્ટ વિભાગ દ્વારા પાંજરે પુરાયું હતું.

બનાસકાંઠા જિલ્લામાં જેસોર અભયારણ્ય આવેલું છે. બનાસકાંઠા જિલ્લામાં અનેકવાર જંગલી પ્રાણીઓ ખોરાકની શોધમાં જંગલ છોડી માનવ વસવાટ તરફ આવતા હોય છે. ત્યારે ડીસા તાલુકાના થેરવાડામાં એક ખેડૂતના ખેતરમાં વહેલી સવારે રીંછ દેખાડો દેતા થેરવાડા ગામમાં ભયનો માહોલ છવાયો હતો. રીંછ આયુ તેવા સમાચાર વાયુવેગે પ્રસરી જતા આજુબાજુના લોકોના ટોળા રીંછને જોવા ઉમટી પડયા હતા. તેમજ સ્થાનિક લોકો દ્વારા ફોરેસ્ટ વિભાગને જાણ કરતા ફોરેસ્ટ વિભાગ પણ રીંછને પકડવા પાંજરૂ લઇ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ફોરેસ્ટ વિભાગ દ્વારા રીંછને પકડવા માટે અલગ અલગ ટિમો બનાવી રીંછને પકડવાની કવાયત હાથ ધરી હતી. ત્યારે રીંછ દ્વારા સ્થાનિક યુવક પર હુમલો કર્યો હતો. ઘાયલ યુવકને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. આખરે ભારે જહેમત બાદ રીંછ ફોરેસ્ટ વિભાગના પાંજરે પુરાયું હતું. રીંછ પાંજરે પૂરતા સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

(5:37 pm IST)