Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

વડોદરાના શહેરના ન્યુ વીઆઈપી રોડ નજીક બહેન સાથે પ્રેમ સંબંધ રાખવાની શંકાએ ભાઈએ પિતા-પુત્રને લાકડીથી માર મારતા ગુનો દાખલ

વડોદરા:શહેરના ન્યુ વીઆઇપી રોડ પર રહેતા 30 વર્ષીય યોગેશભાઈ નાઈ વારસિયા વિસ્તારના જુના આરટીઓ પાસે સલૂનની દુકાન ધરાવે છે. ગઇકાલે તેઓ પિતા અને ભાઈ સાથે દુકાન ઉપર હાજર હતા. 

તે વખતે સુનિલ વાઘરી તથા કાળીયો વાઘરી (રહે - પટેલ પાર્ક નાકા પાસે, વારસિયા, વડોદરા) દુકાને ઘસી આવ્યા હતા અને વાત કરવાના બહાને વારસિયા બગીચા ખાતે યોગેશ અને તેના પિતાને બોલાવ્યા હતા. જ્યાં અચાનક જ બંને હુમલાખોરોએ પિતા-પુત્ર પર લાકડી વડે હુમલો કર્યો હતો અને ધમકી આપી હતી કે દુકાન ઉપર આવીશ તો મારી નાખીશું. 

અત્રે નોંધનીય છે કે હુમલાખોરની બહેન સલૂનની દુકાન પાસે મંદિરે દર્શન કરવા જતી હોય પરિચય થતાં પ્રેમ સંબંધની શંકાએ હુમલો કર્યો હોવાનું બહાર આવ્યું છે.

(5:41 pm IST)