Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

વાઘોડીયા ગામે મારક હથિયારો સાથે આવેલા કેટલાક બુકાનીધારી શખ્સોએ હુમલો કરતા ફરિયાદ નોંધાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વાઘોડિયા ગામે બુકાનીધારી શખ્સોએ હથિયારો સાથે હુમલો કરતા આમલેથા પોલીસે ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે
  પ્રાપ્ત માહિતી અનુસાર મંજુલાબેન ડાહ્યાભાઇ વસાવા(રહે.વાઘોડીયા)ની ફરિયાદ મુજબ મો.સા. ઉપર ત્રણ શખ્શો ફળીયામાં આંટો ફેરો મારતા હોઇ જેથી તેમને જણાવેલ કે તમે કેમ આંટા ફેરા મારો છો તમારી મો.સા. ધીમેથી ચલાવો અમારા છોકરાઓ ફળીયામા રસ્તા પર રમે છે તેવું કહેતા તેની રીષ રાખી રાત્રીના આશરે આઠેક વાગ્યાના અરસામાં આ લોકો માર મારવાના ઇરાદે હાથમાં લાકડી તથા ચપ્પુ(છરા) જેવા મારક હથિયારો ધારણ કરી બુકાની બાંધી મંજુલા બેનના ઘર પાસે આંગણામાં આવતા જયેન્દ્રભાઇ મહેન્દ્રભાઇ વસાવાએ તમે કોણ છો ? બુકાની છોડો તેવું કહેતા કંઇ પણ બોલ્યા વગર જયેન્દ્રભાઇને માર મારી મંજુલા બેનને પણ એક સપાટો મારી દઇ ઇજા કરી તથા સાહેદ કલ્પેશભાઇ સરાદભાઇ વસાવાને મારી ઇજા કરી તથા સાહેદ સુમંતાબેન મહેન્દ્રભાઇ વસાવાને લાકડીઓ મારી ઇજા કરી તથા સાહેદ સંગીતાબેન કલ્પેશભાઇ વસાવાને પણ લાકડીથી મારી મુઢ ઇજા કરી ગુનો કરતા પોલીસે બે મોટરસાઇકલ પર આવેલા પાચ થી છ શખ્સો વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો છે.

(11:14 pm IST)