Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

ટાટા મોટર્સે નવી નેકસોન ઈવી મેકસ રૂા.૧૭.૭૪ લાખમાં બજારમાં મૂકી

(કેતન ખત્રી), અમદાવાદઃ ભારતમાં મોબિલીટીના ઝડપી વિદ્યુતિકરણ માટે વચનબદ્ધ ટાટા મોટર્સે પર્સનલ મોબિલિટી સેગમેન્‍ટમાં  ભારતમાં સૌથી વધુ વેચાણ ધરાવતી EVનું એક્‍સટેન્‍શન Nexon ઈવી મેક્‍સ રાજકોટમાં લોન્‍ચ કરી. પરીન મોટર્સ અને જય ગણેશ ઓટો હબ ખાતે ઉપલબ્‍ધ Nexon ઈવી મેક્‍સ રૂ. ૧૭.૭૪ લાખ (એક્‍સ-શોરૂમ, ભારત)ની આકર્ષક કિંમતે બજારમાં ઉપલબ્‍ધ થશે. આ લોન્‍ચ સાથે ટાટા મોટર્સ EVની અપીલને વિસ્‍તરિત કરે છે અને આંતરશહેર મુસાફરી માટેની ઇચ્‍છા રાખતા ગ્રાહકો માટે નવી ઓફરિંગ સાથે બજારને વિસ્‍તળત બનાવે છે.નવી Nexon ઈવી મેક્‍સ ઉચ્‍ચ વોલ્‍ટેજ અદ્યતન Ziptron ટેકનોલોજી દ્વારા સંચાલિત છે અને તે - Nexon ઈવી મેક્‍સ XZ+ અને Nexon ઈવી મેક્‍સ XZ+ LUX એમ બે ટ્રીમ વિકલ્‍પોમાં ઉપલબ્‍ધ હશે. તે ૩ આકર્ષક રંગોમાં આવશે- ઇન્‍ટેન્‍સી-ટીલ (આ મોડેલ માટે વિશિષ્ટ), ડેટોના ગ્રે અને પ્રિસ્‍ટીન વ્‍હાઇટ. સ્‍ટાન્‍ડર્ડ તરીકે ડ્‍યુઅલ ટોન બોડી કલર ઓફર કરવામાં આવશે.

આ તકે ટાટા પેસેન્‍જર ઇલેક્‍ટ્રિક મોબિલીટી લિમીટેડના માર્કેટિંગ, સેલ્‍સ અને સર્વિસ સ્‍ટ્રેટેજીના વડા શ્રી વિવેક શ્રીવાસ્‍તવએ જણાવ્‍યું હતું કે, ‘અમે ટાટા મોટર્સમાં દેશમાં ગતિશીલતાના ઝડપી વિદ્યુતીકરણ માટે પ્રતિબદ્ધ છીએ, અને અમે અમારા ગ્રાહકો પાસેથી પ્રતિસાદ મેળવી રહ્યા છીએ તેનાથી અમે કળતઘ્‍ન છીએ. ગ્રાહકને કેન્‍દ્રમાં રાખીને અને નિયમિત અને ઝડપી સમયાંતરે નવા ઉત્‍પાદનો લાવવા માટે સમર્પિત, અમે નવી Nexંઁ ઈવી મેક્‍સ લોન્‍ચ કરવા માટે ઉત્‍સાહિત છીએ - એક એવી SUV છે જે તમામ EV વપરાશકર્તાઓને નિયમિત અને અવિરત લાંબા અંતરની મુસાફરી કરવા માટે મેક્‍સ સ્‍વતંત્રતા પ્રદાન કરતું હોવાનું યાદીમાં જણાવાયું છે.

(1:12 pm IST)