Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

ખેડા જીલ્લાના મહેમદાબાદના કુખ્‍યાત બુટલેગરે તેની સગી પરિણીત પુત્રી ઉપર દુષ્‍કર્મ આચર્યુઃ પોતાની પુત્રી ઉપર દુષ્‍કર્મ કેસમાં જેલમાં હતો અને પેરોલ ઉપર છૂટયા બાદ ફરી દુષ્‍કર્મ આચર્યુ

પોતાના ભાઇના લગ્ન માટે પિયર આવેલ પરિણીતાની આબરૂ લીધી

ખેડા: ખેડા જિલ્લાના મહેમદાવાદ ખાતે એક એવો બનાવ બન્યો છે, જેના વિશે સાંભળીને માથું શરમથી ઝૂકી જાય. હકીકતમાં અહીં સગા પિતાએ તેની દીકરી પર બળાત્કાર ગુજાર્યો છે. આ બનાવે સમગ્ર જિલ્લામાં ચકચાર જગાવી છે. મહેમદાબાદના નાગરપુરા ખાતે રહેતા કુખ્યાત બુટલેગરે તેની સગી પરિણીત દીકરી પર દુષ્કર્મ આચર્યું છે. આ મામલે મહેમદાબાદ પોલીસે ગુનો દાખલ કરીને વધારે તપાસ શરૂ કરી છે. આ કેસમાં સૌથી આઘાત પમાડે તેવી વાત એ છે કે પિતા પોતાની દીકરી પર બળાત્કારના કેસમાં જેલમાં હતો. પેરોલ પર છૂટ્યા બાદ નરાધમે ફરીથી પોતાની દીકરી પર બળાત્કાર ગુજાર્યો હતો.

ભાઈના લગ્ન માટે આવી હતી પીડિતા

મળતી માહિતી પ્રમાણે મહેમદાવાદના નાગરપુરામાં રહેતા કુખ્યાત બુટલેગરે પોતાની દીકરી પર ફરીથી બળાત્કાર ગુજારતા ચકચાર મચી જવા પામી છે. પીડિતા પોતાના સાસરિયામાંથી ભાઈના લગ્ન હોવાથી પિયરિયામાં આવી હતી. આ દરમિયાન પિતાએ દુષ્કર્મ આચર્યું હતું.

આ કેસની હકીકત એવી છે કે પિતા હાલ દીકરી પર બળાત્કારના ગુનામાં જેલની સજા ભોગવી રહ્યો છે. આ દરમિયાન પેરોલ પર છૂટતા તેણે ફરીથી પોતાની દીકરી પર બળાત્કાર ગુજાર્યો છે.

પતિને જીવથી મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું

મળતી માહિતી પ્રમાણે પિતાએ દીકરીને તેના પતિને જીવથી મારી નાખવાની ધમકી આપીને બળાત્કાર ગુજાર્યો હતો. બુટલેગર પિતાએ દીકરીને કહ્યુ હતુ કે, અગાઉ તારી સાથે સંબંધ બાંધ્યો હતો. અત્યારે સંબંધ નહીં બાંધે તો તારા પતિને જીવથી મારી નાખીશ.

આ મામલે હાલ મહેમદાબાદ પોલીસે દીકરીની ફરિયાદના આધારે પિતા વિરુદ્ધ ગુનો નોંધીને વધારે તપાસ શરૂ કરી છે. પિતાએ બે બે વખત સગી દીકરી પર બળાત્કાર કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

(5:20 pm IST)