Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

ABPSS દ્વારા સંગઠન સભ્યો માટે હેલ્થ કવચ માટે MOU કરવામાં આવ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ(ABPSS) નું વાઘોડિયા(વડોદરા) ખાતે આવેલ પારુલ સેવાશ્રમ હોસ્પિટલ સાથે  એમ.ઓ. યુ. (MOU) કરવા કરવામાં આવ્યું જેમાં ABPSS સંગઠન સાથે જોડાયેલ ગુજરાતના તમામ સભ્યો માટે પારુલ સેવાશ્રમ હોસ્પિટલ પત્રકાર અને તેના કુટુંબ સભ્યો માટે સેવા પૂરી પાડશે સાથે ઘણી સુવિધાઓનો લાભ પણ આપવામાં આવશે જેમાં હોસ્પિટલના ચીફ ઓપરેટિંગ ઓફિસર એકતા મોદી સાથે શુભેચ્છા મુલાકાતની સાથે સાથે MOU ની લેખિત કામગીરી સર્વ સંમતિથી પૂર્ણ કરવામાં આવી હતી. આ MOUની કામગીરીમાં ABPSSના રાષ્ટ્રીય કોષાધ્યક્ષ અજયસિંહ પરમાર,ગુજરાત પ્રદેશ મહામંત્રી ભાવેશ મુલાણી,ગુજરાત પ્રદેશમંત્રી સ્નેહલ પરમાર, ગુજરાત પ્રદેશમંત્રી નીરવ પંડ્યા,ભરૂચ જિલ્લા ઉપપ્રમુખ શૈલેષ પરમાર, પારુલ સેવાશ્રમ હોસ્પિટલના માર્કેટિંગ મેનેજર નીતિન શર્મા, પારુલ હોસ્પિટલના પી.આર.ઓ. પંકજ પાટણવાડિયા હાજર રહ્યા હતા.

(10:21 pm IST)