Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ધીરુભાઈ અંબાણી ગ્રીન એનર્જી કોમ્પ્લેક્સ સ્થાપવાની જાહેરાતને આવકારી

રિલાયન્સના મહત્વકાંક્ષી પ્રોજેક્ટથી ગુજરાત વિશ્વના ગ્રીન એનર્જી મેપ પર મહત્વનું સ્થાન ધરાવતું રાજ્ય બનશે- રાજ્યના આર્થિક વિકાસને બળ મળશે: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

અમદાવાદ :મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશભાઈ અંબાણી દ્વારા ધીરુભાઈ અંબાણી ગ્રીન એનર્જી કોમ્પ્લેક્સ સ્થાપવાની જાહેરાતને આવકારી સમગ્ર ગુજરાતની જનતા વતી અભિનંદન પાઠવ્યા છે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે, આ પ્રકારના મહત્વકાંક્ષી પ્રોજેક્ટથી ગુજરાત વિશ્વના ગ્રીન એનર્જી મેપ ઉપર મહત્વપૂર્ણ રાજ્ય બની રહેશે. આનાથી રાજ્યના સામાજિક-આર્થિક વિકાસને બળ મળશે તથા રોજગારીની નવી તકો નિર્માણ પામશે.  
તેમણે કહ્યું કે, હરિત ઉર્જા- ગ્રીન એનર્જી અને પુનઃપ્રાપ્ય ઉર્જા- રિન્યુએબલ એનર્જીનો વપરાશ વધે એ સમયની માંગ છે ત્યારે રિલાયન્સ દ્વારા આ ક્ષેત્રે રૂપિયા ૬૦ હજાર કરોડના રોકાણથી થનારા વિવિધ પ્રોજેક્ટ ગુજરાતની  પર્યાવરણ વૃદ્ધિ સાથે ઔદ્યોગિક સમૃદ્ધિ સુનિશ્ચિત કરશે.

(9:11 am IST)