Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

અમદાવાદ મનપાનો મહત્વનો નિર્ણય :લોકડાઉનમાં બંધ રહેતા સ્ટ્રીટ ફૂડવાનનું ભાડું માફ કરવાની દરખાસ્ત મંજુર

ટેક્સ રીબેટની સ્કીમની મુદતમાં 15 દિવસનો વધારો :મુદત 30 જૂન સુધી હતી.હવે વધારીને 15 જુલાઈ કરાઈ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મળેલી સ્ટેન્ડિંગ કમિટી દ્વારા શહેરમાં ટેક્સ રીબેટની  સ્કીમની મુદતમાં 15 દિવસનો વધારો કરવામાં આવ્યો છે. તેમજ લોકડાઉનમાં બંધ રહેવાને કારણે સ્ટ્રીટ ફૂડવાનનું ભાડું માફ કરવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એડવાન્સ ટેક્સ ભરનાર માટે 10 ટકા ટેક્સ રીબેટની સ્કીમ લાવવામાં આવે છે. આ ટેક્સ રીબેટની મુદત 30 જૂન સુધી હતી. જે વધારીને 15 જુલાઈ કરવામાં આવી છે. કોરોનામાં એડવાન્સ ટેક્સ રીબેટમાં ઓનલાઇન પેમેન્ટમાં વધારો થયો. શહેરમાં 1લાખ 56 હજાર મિલકતોએ ઓનલાઇન પેમેન્ટ કર્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એડવાન્સ ટેક્સ રિબેટમાં 381 કરોડની આવક થઈ છે.

આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં કાંકરિયા જુના ડાયરેક્ટર આર કે શાહુને એક વર્ષ માટેનું એક્સ્ટેંશન આપવા માટેની તાકીદમાં દરખાસ્ત લાવવામાં આવી હતી. સાકરીયા જુના ડાયરેક્ટર આર.કે શાહુ 30 જૂને રિટાયર્ડ થઈ રહ્યા છે. બન્ને રિટાયર્ડ બાદ એક વર્ષ માટે કોન્ટ્રાક્ટ પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચાલુ રાખવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે.

(9:57 pm IST)