Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

રામપરા ગામમાં દીકરીને હેરાન કરનાર શખ્સને માર મારી ધમકી આપનાર 4 વિરુદ્ધ ફરીયાદ દાખલ થઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકના રામપરા ગામમાં છોકરીને હેરાન કરતા શખ્સ માર મારી ધમકી આપનાર ચાર વ્યક્તિઓ સામે આમલેથા પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે
પ્રાપ્ત માહિતી અનુસાર અલ્પેશભાઇ મહેન્દ્રભાઇ વસાવા(રહે.રામપરા)ની ફરીયાદ મુજબ તેઓ તા. 22 જુનની સાંજે 6.30 વાગે ટ્રેકટર લઈને જતા હતા ત્યારે ગામના ઉમેદભાઇ જાલમભાઇ વસાવાએ તેમને ઉભા રાખી કહ્યું કે મારી છોકરી રંજનબેન ને કેમ હેરાન કરે છે તેમ કહી ગમેતેમ ગાળો બોલી માર મારી તથા ઉમેદભાઇનો જમાઈ અજયભાઇ એ લાકડીનો સપાટો મારી તથા અન્ય બે જમાઇએ ગાળો બોલી ફરીયાદીને મારી નાંખવાની ધમકી આપી ગુનો કરવામા એકબીજાએ મદદગારી કરતા આમલેથા પોલીસે ચાર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(10:48 pm IST)