Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

સુરત :હજીરાના ઓએનજીસી પાસે ટ્રક ચાલકે ટક્કર મારતા ટેમ્પોમાં બેઠેલા એકનું મોત : બે મહિલા સહીત છ લોકો ઘાયલ

ટક્કરના પગલે ટેમ્પોમાં બેઠેલા 7 લોકો રોડ પર ફસડાયા: કેટરિંગનો ઓર્ડર હોવાથી થ્રી વહીલર ટેમ્પોમાં બેસીને 7 લોકો ઇચ્છાપોરમાં ફાર્મ હાઉસ જવા નીકળ્યા હતા

સુરત :  શહેરનાં પાંડેરા, ઉધના અને રુસ્તમપુરા વિસ્તારમાં રહેતા અને કેટરિંગનું કામ કરતી બે મહિલા સહિત કુલ 7 લોકો ઇચ્છાપોરમાં ફાર્મ હાઉસમાં કેટરિંગનો ઓર્ડર હોવાને કારણે થ્રી વ્હીલ ટેમ્પોમાં જવા માટે નિકળ્યાં હતા. થ્રી વ્હીલ ટેમ્બો હજીરા ઓએનજીસી નજીકના પેટ્રોલ પંપ નજીક પાછળથી પુર ઝડપે આવતા ટ્રક ચાલકે ધડાકા સાથે ટક્કર મારી હતી.ટક્કરના પગલે ટેમ્પોમાં બેઠેલા 7 લોકો રોડ પર ફસડાયા હતા. જ્યારે એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. બે મહિલા સહિત કુલ 6 લોકોને ઇજા થતા 108 ની મદદથી સિવિલ હોસ્પિટલ ખસેડ્યાં હતા. બનાવની જાણ થતા જ ઇચ્છાપોર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અકસ્માત અંગે તપાસ આદરી હતી.

ઇચ્છાપોર વિસ્તારમાં તપોવન ફાર્મ હાઉસમાં ઓર્ડર હોવાથી આ લોકો જઇ રહ્યા હતા. જમવાનું બનાવવા માટે રામપ્યારે ગૌરીશંકર મદેસિયા તથા ઉધના આશાપુરા સોસાયટીમાં રહેતા 27 વર્ષીય સમાધાન ભગવાન પાટીલ, 22 વર્ષીય મહેશ વિજયસીંગ ઢાકરે, રૂસ્તમપુરામાં 31 વર્ષીય વિનીત લંબુસિંગ, 14 વર્ષીય પાયલ મંગુલાલ રાઠોડ અને સંગીતા બાબુલાલ રાઠોડ થ્રી વ્હીલ ટેમ્પોમાં બેસી સામાન સાથે ઇચ્છાપોર જવા નીકળ્યા હતા.

(12:44 am IST)