Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

નિવૃતિ સુધી પ્રવીણ સિંહા સીબીઆઈના સ્પેશ્યલ ડાયરેકટર નિમાયા, મતલબ ગુજરાત પરત ફરી રહ્યાના અહેવાલો પર પૂર્ણવિરામ

રાજકોટ રેન્જ આઈજીપી, જૂનાગઢ રેન્જ આઈજી તરીકે ગુનેગારો પર ભારે ધાક બેસાડી સંતોષ માનવાને બદલે ગરીબ અને મધ્યમ વર્ગ માટે લોક કલ્યાણની અવિરત પ્રવૃત્તિ બદલ ખાખી વેષમાં સંત જેવું બિરૂદ મેળવેલ આ અધિકારી ગુજરાતની આન, બાન અને શાન સમા છે : આઈપીએસ તાલીમ અર્થાત્ સરદાર વલ્લભભાઈ પટેલ અકાદમીના વડા તરીકે નીમાયેલ અતુલ કરવલ પણ પ્રવીણ સિંહા માફક સ્વચ્છ છબી ધરાવતા ગુજરાત ગૌરવ, વડાપ્રધાન દ્વારા આ આઈપીએસની જાહેરમાં પ્રસંશા થયેલ

રાજકોટ તા. ૨૫:  કેન્દ્રીય એપોઇન્ટમેન્ટ કમિટી નવી દિલ્હી દ્વારા એક ડઝન થી વધુ કેન્દ્રમાં વિવિધ સ્થાનો પર ફરજ બજાવતા અધિકારીઓને બઢતી આપવામાં આવી છે, આ અધિકારીઓમાં ગુજરાત કેડરના ગૌરવરૂપ બે અધિકારીઓનો સમાવેશ કરવામાં આવતા સર્વત્ર હર્ષની લાગણી ફેલાવા સાથે અભિનંદન અપરંપાર વરસી રહયા છે.                  

આ બન્ને અધિકારી એટલે સરદાર વલ્લભભાઈ પટેલ એકેડમીના ડાયરેકટર જનરલ તરીકે બઢતી આપવામાં આવી છે.                       

આજ રીતે એક સમયના દેશના ઇન્ચાર્જ સીબીઆઈ વડા અને હાલમાં એડિશનલ ડાયરેકટર તરીકે ફરજ બજાવતા પ્રવીણ સિંહાને  સ્પેશ્યલ ડાયરેકટર દરજજે ખુબજ મહત્વના સ્થાને બઢતી આપવામાં આવી છે.                                    

૧૯૮૮ બેચના ગુજરાત કેડરના આ બંને આઇપીએસ ખૂબ જ સ્વચ્છ છબી ધરાવતા ખુબજ નિષ્ઠાવાન અધિકારીઓ છે, ગુજરાતની આન, બાન અને શાન વધારનાર આ બન્ને અધિકારીઓ સૌરાષ્ટ્રમાં ફરજ બજાવી છે, પ્રવીણ સિંહાએ રાજકોટ રેન્જ આઇજી અને જુનાગઢ રેન્જ વડા તરીકે બજાવેલ ફરજને સૌરાષ્ટ્રના લોકો આજે પણ યાદ કરે છે, સાઉથ સૌરાષ્ટ્રના વડા તરીકે તેવો દ્વારા જૂનાગઢના સેવાભાવી તબીબ ત્રિમૂર્તિ હોસ્પિટલવાળા ડો. ડી.પી. ચીખલીયા સાથે મળી ખરા અર્થમાં મેડિકલ કેમ્પો યોજ્યા હતા, જે કેમ્પમાં દવા ફ્રી આપવા સાથે સોનોગ્રાફી, એકસ- રે અને બ્લડના વિવિધ પરીક્ષણો ફ્રી કરવા સાથે દર્દી સાજા ન થાય ત્યાં સુધી ફ્રી દવા આપી હતી,જેની પૂજય મોરારિબાપુ સહિતના સંતો દ્વારા જાહેરમાં નોંધ લેવાઈ હતી.

અત્રે યાદ રહે કે અતુલ કરવલ રાજકોટ રૂરલ એસપી હતા, કેન્દ્રમાં ચૂંટણી પંચ વડા સહિત મહત્વના હોદા ધારણ કરનાર અનિતા કરવલ તેમના પત્ની છે,અનિતા કરવલ પણ ભૂતકાળમાં રાજકોટ કલેકટર પદે સેવા આપી ચૂકયા છે.

(11:46 am IST)