Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

નશામુકત ભારત અભિયાન સંદર્ભે કલેકટર દ્વારા સહી ઝૂંબેશનો પ્રારંભ

રાજકોટ : આજે ર૬ જૂને સમગ્ર વિશ્વમાંૅ આંતર રાષ્ટ્રીય ડ્રગ્સ દિવસની ઉજવણી થઇ રહી છે., ભારત પણ નશામુકત ભારત અભિયાન ઉજવી રહ્યું છે, કેન્દ્ર સરકારના આ અભિયાનમાં રાજકોટ કલેકટરે પણ જોડાવવા અપીલ કરી, ખાસ બોર્ડ સાથે સહી ઝૂંબેશ રાખી હતી, કલેકટર શ્રી અરૂણ મહેશબાબુએ પ્રથમ સહી કરી અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. તેમજ હું નશો છોડીશ, તથા મારા પરિવાર-મીત્રો-અને સંપર્કમાં આવનાર તમામ લોકોને નશામુકત  કરવા પ્રેરીત કરીશ તેવો સંકલ્પ લેવાયો હતો.

(3:30 pm IST)