Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

અરવલ્લી જિલ્લાના મોડાસામાં લાખોના ખર્ચ કર્યા બાદ પણ પાણી ભરાવાની સમસ્યા યથાવત રહેતા લોકોને હાલાકી

અરવલ્લી: જિલ્લાના વડામથક મોડાસા ખાતે આવેલ નગરપાલિકા કચેરી તરફનો રોડ કે જે હાલ પાર્કીંગ રોડ તરીકે વધુ જાણીતો છે એ રોડ ઉપર ભરાતા ઢીંચણ સમા પાણીની સમસ્યા પાલિકાના સત્તાધીશો ૧૫ વર્ષે પણ હલ કરી શકયા નથી પરિણામે થોડાક વરસાદ વરસ્તા આ માર્ગે ભરાઈ જતા ભારે પાણીથી વાહન ચાલકો,રાહદારીઓને ભારે પરેશાની વેઠવાનો વારો આવી રહયો છે.

જિલ્લના મોડાસા તાલુકાના ભવાનીપુરાકંપા ગામે વરસાદી તાંડવ સર્જી મહેરને બદલે કહેર સર્જનાર મેઘરાજાની પૂનમના દિવસે માલપુર પંથકમાં સવારી આવી પહોંચી હતી.અને માલપુરમાં વરસાદ થતાં માર્ગો ઉપર પાણી ફરી વળ્યા હતા. જયારે ગત બુધવારની સાંજે મોડાસા નગરમાં વરસેલા ૧ ઈંચ વરસાદ છતાં નગરપાલિકા કચેરીથી જુના બસ સ્ટેન્ડ સુધીના માર્ગે ઢીંચણસમા પાણી ભરાઈ ગયા હતા અને નગરના સતત ધમધમતા આ માર્ગે થી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓને વહીવટી તંત્ર ના વાંકે પારાવાર પરેશાની વેઠવાનો વારો આવ્યો હતો. મોડાસા નગરમાં સેવાસદનક જે માર્ગે આવેલ છે.તે માર્ગ અત્યારે પાર્કીગ રોડ થી વધુ જાણીતો બન્યો છે.

(5:56 pm IST)