Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

વડોદરાના તરસાલી વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા ગેરકાયદે દબાણો તોડી પાડવામાં આવ્યા

વડોદરા: શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના તરસાલી વિસ્તારમાં ગેરકાયદે દબાણો તોડી પાડવામાં આવ્યા હતા.મોતી નગર-2 સુસેન તરસાલી રોડ, સાઈબાબા મંદિરની પાસે કોર્પોરેશનની દબાણ હટાવ ટીમ જેસીબી અને બુલડોઝર સાથે આજે સવારે ત્રાટકી હતી, અને એક ગેરકાયદે બનેલો તબેલો તોડી નાખ્યો હતો. આ ઉપરાંત ફેન્સીંગ, ફર્નિચર વેચવા માટે બનાવેલો પતરાનો શેડ, કાઉન્ટર વગેરેના દબાણ તોડી પાડયા હતા.

(6:05 pm IST)