Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

શરમ કરો : કોરોના હજું ગયો નથી : નથી માસ્ક શું કાયદાનું પાલન ના કરવાની પરવાનગી છે

ભાજપના નેતાઓ ફોટોસેશન દરમ્યાન મો ઉપર માસ્ક પહેરવાનું ભૂલ્યા : પીએમ નરેન્દ્રભાઇ મોદીની અપીલ પણ નેતા ભૂલે છે

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ : ખેરગામ તાલુકા ભાજપ યુવા મોરચા દ્વારા શુક્રવારના રોજ ખેરગામ કન્યાશાળા ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું  હતું.જેમાં રક્તદાતાઓના સહયોગ થી 36 યુનિટ રક્ત એકત્રિત થયું હતું.જોકે આ દરમ્યાન ભાજપના નેતાઓ ફોટોસેશન દરમ્યાન મો ઉપર માસ્ક પહેરવાનું ભૂલ્યા હતા તાલુકા જિલ્લાની ચૂંટણી અગાઉ જ આ પકારની બેદરકારી નેતાઓએ દાખવતા તેનું ગંભીર પરિણામ પ્રજાએ ભોગવું પડ્યું હતું.અને કોરોનાએ કાળોકેર વર્તતા નવસારી જિલ્લા સહિત રાજ્યમાં અનેક લોકો કોરોનાગ્રસ્ત થયા ઉપરાંત મોતને ભેટ્યા હતા.ભાજપના નેતાઓ ખોટી પ્રસિદ્ધિની લહાયમાં એ પણ ભૂલી જાય છે.કે કોરોના હજુ ગયો નથી.અને ત્યાં હાજર તાલુકા અને જિલ્લાના ભાજપ નેતાઓ જાણે પીએમ નરેન્દ્રભાઈ મોદીની દો ગજ દુરી અને મો ઉપર ફરજિયાત માસ્કની સલાહને અભરાઇ ઉપર ચડાવી દીધી હતી.ખેરગામ ભાજપના નેતાઓ પોતાને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કરતા ચડિયાતા માનતા હોય તેમ લાગી રહ્યું છે.ખેરગામ ભાજપના નેતાઓની રોજબેરોજની આવી હરકત થી એવું લાગી રહ્યું છે.જાણે કોરોના તેઓથી દૂર ભાગી રહ્યો છે.પરંતુ તેમની આ પ્રકારની ગંભીર બેદરકારી કોરોનાની ત્રીજી લહેરને ખુલ્લું આમંત્રણ આપી રહી હોય એમ લાગી રહ્યું છે.ત્યારે આ અંગે આંખ આડા કાન કરતું સરકારી તંત્ર એમની સામે કાર્યવાહી કરશે કે પછી સબ સલામત હેની નિતિજ અપનાવશે તે જોવું રહ્યું

(8:14 pm IST)