Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

ગોધરાના બામરોલી રોડ પર "આસ્ફાલ્ટ પેઈન્ટીંગ" ને કારણે વાહન ચાલકોમાં અકસ્માત સર્જાવવાનો ભય

જાહેર રસ્તા ઉપર ડામર પાથરીને ઉપર રેતીનો છંટકાવને લીધે વાહન સ્લીપ થવાની દહેશત

ગોધરા :શહેરના હાર્દસમા બામરોલી રોડ કે જયાં ચોવીસ કલાક વાહનોની અવરજવરોથી એકદમ વ્યસ્ત છે, આ બામરોલી રોડ ઉપર વરસાદના આગમન વચ્ચે માર્ગ અને મકાન વિભાગના સત્તાધીશો ગાંધીનગરની સુચનાઓના આધારે “આસ્ફાલ્ટ પેઈન્ટિંગ”કરવાના આ વિચિત્ર આદેશોની આ કામગીરીઓના પગલે વાહન ચાલકો અકસ્માત સર્જાવવાના ભય સર્જાયો છે

બામરોલી રોડ સમેત અન્ય પ્રવેશદ્વારોના રસ્તાઓની સરફેશને સુરક્ષિત રાખવા માટે આસ્ફાલ્ટ પેઈન્ટીંગ એટલે કે જાહેર રસ્તા ઉપર ડામર પાથરીને ઉપર રેતીનો છંટકાવ કરવાની આપેલ સુચનાઓના આધારે માર્ગ અને મકાન વિભાગના સત્તાધીશો દ્વારા વાહનોની સતત અવરજવરોથી ભરચક એવા બામરોલી રોડ ઉપર “આસ્ફાલ્ટ પેઈન્ટીંગ”ના કરવામાં આવી રહેલા આ કામના પગલે વાહન ચાલકો અકસ્માતો સર્જાય એવી મૂંઝવણોના આ વરસાદી માહૌલમાં વાહનો સ્લીપ થઈ જતા હોવાના વધી રહેલા છે

(8:25 pm IST)