Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

મહિલા નર્સને સ્ટાફના સાહેબની કનડગત : કહ્યું -કપડાં બદલવા હોય તો મારી સામે બદલ , હું બહાર નહીં જાવ

મહિલા હેલ્પ લાઇન ટીમે સ્ટાફના સાહેબનું કાઉન્સેલીંગ કર્યું :સ્ટાફની સામે જ સાહેબ પાસે મહિલા નર્સની માફી મંગાવી મામલો થાળે પાડ્યો

અમદાવાદ :ગામડાઓમાં રસીકરણ અભિયાનમાં ગયેલી નર્સ મહિલાએ રસીકરણ અભિયાન પૂર્ણ થયા બાદ કપડાં બદલવા હોવાથી સ્ટાફના સાહેબને રૂમની બહાર જવાનું કહેતા સાહેબે કહ્યું  હું રૂમમાં જ રહીશ તારે કપડાં બદવા હોય તો મારી સામે જ બદલ, તેમ જણાવી હેરાન કરતા હતા. જો કે અગાઉ પણ હેરાન કર્યા હોવાની રજુઆત મહિલા હેલ્પ લાઇનની ટીમને કરતા મહિલા હેલ્પ લાઇનની ટીમે ઘટના સ્થળે પહોંચી સ્ટાફના સાહેબનું કાઉન્સેલીંગ કરી સ્ટાફની સામે જ સાહેબ પાસે મહિલા નર્સની માફી મંગાવી મામલો થાળે પાડ્યો હતો.

વિરમગામના એક ગામડામાંથી કોમલબેને (નામ બદલેલ છે) મહિલા હેલ્પ લાઈન પર ફોન કરી મદદ માંગી હતી કે, તેઓ ગર્વમેન્ટ હોસ્પિટલમાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવે છે. આજુ બાજુના નાના ગામડામાં રસીકરણનો પ્રોગ્રામ હોવાથી કોમલબહેન અને તેમનો સ્ટાફ કોરોનાની રસી આપતા હતા. પ્રોગ્રામ પૂર્ણ થયા બાદ તેમના સ્ટાફના મિત્રો સાથે બેઠા હતા ત્યારે તેમણે સ્ટાફના સાહેબને રૂમની બહાર જાઓ મારે કપડાં બદવલા છે તેમ જણાવ્યું હતું.

જો કે સાહેબે કોમલબહેનને જણાવ્યું હતું કે, તારે કપડાં બદલવાં હોય તો મારી સામે જ બદલ હું બહાર નથી જવાનો. સાહેબ હોવાથી કોમલ બહેન કંઈ બોલ્યા ન હતા અને મહિલા હેલ્પ લાઈન ની ટીમને ફોન કર્યો હતો. સ્ટાફના બીજા મેમ્બરો જણાવતા હતા કે, સાહેબને હવે પ્રમોશન મળે છે અને તું ફરિયાદ કરીશ તો તેમનું પ્રમોસન અટકી જશે. જેથી મે ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. સાહેબે માફી માંગી જણાવ્યું હતું કે, હું મજાકમાં બોલ્યો હતો. આખરે મહિલા ટીમે કોમલ બહેનની માંફી મંગાવીને બંન્ને પક્ષો વચ્ચે સમાધાન કરાવ્યું હતું.

(8:46 pm IST)