Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

નાંદોદ તાલુકાની સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરી જનાર યુવાન વિરુદ્ધ ગુનો નોંધાયો

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના એક ગામની સગીર વયની દીકરીને લગ્નની લાલચે ભગાડી જનાર યુવના વિરુદ્ધ રાજપીપળા પોલીસ મથકે ફરીયાદ થઈ છે.
 આ અંગે મળતી માહિતી મુજબ નાંદોદ તાલુકાની 17 વર્ષની સગીર વયની કિશોરીને અજયભાઈ રેવલાભાઈ વસાવા નામનો યુવાન પોતાની પ્રેમજાળમા ફસાવી લગ્ન કરવાની લાલચ આપી પટાવી ફોસલાવી કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઇ જઇ ગુનો કરતા સગીરાના પિતાએ આ બાબતે યુવાન વિરુદ્ધ ફરીયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે

(11:40 pm IST)