Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

અમદાવાદને સ્માર્ટ સીટી મિશન અંતર્ગત મળ્યા બે એવોર્ડ : સ્માર્ટ સીટી લીડરશીપ અને સ્માર્ટ પાર્કિંગમાં શ્રેષ્ઠ કામગીરી

નાગરિકોની સુખાકારી માટે શરૂ કરાયેલ વિવિધ પ્રજાલક્ષી પ્રોજેક્ટ થકીના “અમદા પાર્ક “પ્રોજેક્ટને સ્વીકૃતિ

અમદાવાદ :ભારત સરકાર દ્વારા સ્માર્ટ સિટી મિશન અંતર્ગત ઇન્ડિયા સ્માર્ટ સિટી એવોર્ડ કોન્ટેસ્ટ 2020 યોજવામાં આવી હતી.. જેમાં અમદાવાદ શહેરને સ્માર્ટ સીટી લીડરશીપ અને સ્માર્ટ પાર્કિગને લઇને એવોર્ડ આપવામાં આવ્યા છે. સ્માર્ટ સિટી અમદાવાદ ડેવલપમેન્ટ લિમિટેડ દ્વારા અમદાવાદ શહેરના નાગરિકોની સુખાકારી માટે શરૂ કરવામાં આવેલ વિવિધ પ્રજાલક્ષી પ્રોજેક્ટ થકીના “અમદા પાર્ક “પ્રોજેક્ટ ને સ્વીકૃતિ પણ મળેલ છે.

ભારત સરકારના મીનીસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા સ્માર્ટ સિટી મિશન અંતર્ગત ઇન્ડિયા સ્માર્ટ સિટી એવોર્ડ કોન્ટેસ્ટ 2020 યોજવામાં આવ્યો. આ કોન્ટેસ્ટ સ્માર્ટ સિટી મિશન અંતર્ગત શરૂ કરાયેલી મહત્વપૂર્ણમાની એક પ્રક્રિયા છે. જ્યાં ઇનોવેશન, ઇમ્પેક્ટ અને રેપ્લિકેબિલિટી આધારે શહેરની વ્યૂહરચનાઓ પ્રોજેક્ટ અને આઈડિયાને માન્યતા આપવામાં આવે છે. જેમાં ભારતના 100 સ્માર્ટ સીટી ભાગ લે છે.

ફેબ્રુઆરી 2020 માં આ સ્પર્ધા જાહેર કરવામાં આવી હતી. જેમાં સ્માર્ટ સિટી અમદાવાદ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. જે સ્પર્ધામાં 1. પ્રોજેક્ટ એવોર્ડ, 2. ઇનોવેશન એવોર્ડ અને 3. સીટી એવોર્ડ એમ ત્રણ પ્રકારના એવોર્ડની કેટેગરી હોય છે. જેમાં ભાગ લેવા માટે સ્ટેજ 1 અને સ્ટેજ 2 એમ બે ભાગમાં નિયત કરાયેલ અલગ અલગ ક્રાઇટેરિયા મુજબ નોમિનેશન કરવાનું હોય છે.

સ્પર્ધા હેઠળ આ વર્ષે શહેરોને સ્માર્ટ સિટી મિશન ને પ્રોત્સાહન આપવાના આઈડિયા અને બિલ્ડીંગ સિટીઝ ફોર પીપલ ને આધારે એવોર્ડ આપવામાં આવે છે. જેમાં સ્ટેજ 1 માં શોર્ટલિસ્ટ થયા બાદ સ્ટેજ 2 માં વિવિધ પ્રકારના પ્રોજેક્ટ અંગે 7 અર્બન થીમમાં કુલ 9 પ્રોજેક્ટનુ નોમિનેશન કરવામાં આવ્યું હતું. સ્ટેજ 2 માં isac 2020 ટિમ દ્વારા શોર્ટલિસ્ટ કરાયેલ પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન મારફતે વેલ્યુએશન કરવામાં આવ્યું.

કોન્ટેસ્ટમાં વિવિધ તબક્કાના ઇવેલ્યુએશન થયા બાદ મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ ઓફ અર્બન અફેર્સ દ્વારા સ્માર્ટ સિટી મિશન અંતર્ગત ઇન્ડિયા સ્માર્ટ સિટી એવોર્ડ કોન્ટેસ્ટ 2020 દ્વારા સ્માર્ટ સિટી અમદાવાદ ને બે એવોર્ડ એનાયત કરવામાં આવ્યા. જેમાં સ્માર્ટ સિટી લીડરશીપ એવોર્ડ્સમાં સ્માર્ટ સિટી અમદાવાદ ની પ્રથમ ક્રમાંકનો એવોર્ડ એનાયત કરાયો જ્યારે કોન્ટેસ્ટમાં પ્રોજેક્ટ એવોર્ડ કેટેગરીમાં સબ કેટેગરીમાં અર્બન મોબિલીટી થકી સ્માર્ટ પાર્કિંગ અમદાપાર્ક પ્રોજેક્ટને ત્રીજા ક્રમાંકનો એવોર્ડ એનાયત કરાયો.

 

સ્માર્ટ સિટી અમદાવાદ અગાઉ એક વર્ષથી વધુ સમય માટે સ્માર્ટ સિટી રેન્કિંગમાં 100 સ્માર્ટ સિટીમાં પ્રથમ ક્રમાંકે રહેલ. તો સ્માર્ટ સિટી અમદાવાદ ડેવલપમેન્ટ લિમિટેડ દ્વારા વર્ષ 2018 માં 100 સ્માર્ટ સિટીમાં પ્રથમ એવું આંતરરાષ્ટ્રીય કક્ષાનો કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર તૈયાર કરવામાં આવેલ. તદુપરાંત અન્ય ઘણા ઉચ્ચ ટેકનોલોજી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લગતા પ્રોજેક્ટના અમલીકરણમાં સ્માર્ટ સિટી અમદાવાદ અગ્રેસર રહ્યું હતું. જે બાબતથી રેડી થઈ ભારતભરના અનેક શહેરો દ્વારા અમદાવાદ ના પ્રોજેક્ટ ની મુલાકાત લઇ પોતાના ત્યાં અમલીકરણ પણ કર્યું.

ભારતની પહેલી સાર્વજનિક સ્માર્ટ પાર્કિંગ એપ્લિકેશન છે. અમદાવાદના નાગરિકોને મોબાઈલ એપ્લિકેશનની સગવડ સાથે પાર્કિંગ સ્થળે તેમના વાહનોની સુવિધા, અને પાર્ક કરવાની સુવિધા પ્રદાન કરે છે. અમદા પાર્ક અમદાવાદ માં ઉપલબ્ધ તમામ પાર્કિંગ સ્થળો નો નકશો બનાવી અને નાગરિકોને વાપરવા માટે ઇન્વેન્ટરી પૂરી પાડે છે. આનાથી મુસાફરો માટે યોગ્ય પાર્કિંગ સ્થળ શોધવાની મુશ્કેલીમાં ઘટાડો થાય છે. તદુપરાંત તે પાર્કિંગની જગ્યા પર પહોંચવા પર પૂર્વ નિયત સ્થળ શોધવાના વધારાનાં ફાયદા સાથે તેમની સેવાઓ માટે ડિજિટલ રૂપે ચૂકવણી કરવાની સુવિધા પૂરી પાડે છે.

(12:38 am IST)