Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

નર્મદા જિલ્લામાં પ્રથમ રાઉન્ડમાં સરેરાશ 17 ટકા વરસાદ પડતાં ધરતીપુત્રો વાવણીમાં જોતરાયા :કરજણ ડેમ સામાન્ય સ્થિતિમાં

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં 1 જૂન થી વરસાદનો પ્રારંભ થયો અને બે થી ત્રણ વાર જોરદાર વરસાદ પડ્યા બાદ હાલ જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ ગરુડેશ્વર તાલુકામાં નોંધાયો છે .અત્યાર સુધીમાં ગરુડેશ્વર તાલુકામાં 134 મીમી વરસાદ નોંધાઈ ચુક્યો છે,જયારે નાંદોદમાં 45 મીમી ,ડેડીયાપાડામાં 94 મીમી ,સાગબારામાં 48 મીમી અને તિલકવાડા માં 94 મીમી વરસાદ નોંધાયો છે.ત્યારે પ્રથમ વરસાદી રાઉન્ડમાં નર્મદા જિલ્લામાં સરેરાશ 17 ટકા જેટલો વરસાદ નોંધાયો હોવાથી ધરતીપુત્રો પોતાના ખેતરોમાં વાવણી કરવાની તૈયારીઓ પણ કરવા લાગ્યા છે.
જ્યારે નર્મદા જિલ્લામાં નર્મદા ડેમ અને કરજણ ડેમ આમ કુલ બે ડેમ આવેલા હોય હાલમાં વરસાદ ની સિજન શરૂ થતાં ડેમનાં લેવલમાં વધ ઘટ નોંધાઈ છે ત્યારે હજુ જિલ્લામાં કે ઉપરવાસમાં જોઈએ તેટલો વરસાદ ન પડતાં હાલમાં કોઈ ભયજનક સ્થતિ સામે આવી નથી છતાં આજની સ્થિતિમાં નાંદોદ તાલુકાના કરજણ ડેમની સપાટી પર નજર કરીએ તો તંત્ર તરફથી પ્રાપ્ત થયેલા આંકડા મુજબ કરજણ ડેમની 102.98 મીટરની સપાટી નોંધાઈ છે આજે પાણીની આવક નીલ છે જ્યારે જાવક 429 ક્યુસેક નોંધાઈ છે વરસાદી આંકડામાં આજે વરસાદ નીલ છે પરંતુ આ સીઝન માં કુલ વરસાદ જોઈએ તો ઘાટોલીમાં વરસાદ .49 મીમી અને ફૂલવાડીમાં 20 મીમી વરસાદ નોંધાયો હોવાનું કરજણ ડેમ સૂત્રોમાથી જાણવા મળ્યું છે.

(10:35 pm IST)