Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

ફેફસાના વાયુકોષોને અત્યંત નુકશાન કરે છે કોરોના

કોરોના સંક્રમિત પ થી ૧પ ટકા દર્દીઓને પલ્મોનરી ફાઇબ્રોસીસ કોરોના મટી ગયા પછી પણ આ ફાયબ્રોસીસ રહેશે જીંદગીભર

અમદાવાદ, તા. રપ : કોરોના વાયરસ ફેફસામાં વાયુકોષોને નુકશાન કરે છે, વાયુકોષોની દિવાલમાં ફાયબ્રોસીસ કરે છે. કોરોના સંક્રમિત પ થી ૧પ ટકા દર્દીઓ પલ્મોથી ફાયબ્રોસીસના શિકાર છે. ગુજરાતના સીનીયર ચેસ્ટ ફીઝીશ્યન અને એસોસીએશન ઓફ ચેસ્ટ ફીઝીશ્યન ઓફ ગુજરાતના ભૂતપૂર્વ પ્રમુખ ડોકટર નરેન્દ્ર રાવલે જણાવ્યું કે પલ્મોનરી ફાઇબ્રોસીસ વાળા દર્દીએ નિયમિત દવાઓ લેવી જોઇએ નહિ઼તર કોરોના તો મટી જશે પણ આ ફાઇબ્રોસીસ જીવનભર રહી જશે. તેમણે કહ્યું કે ફાઇબ્રોસીસમાં દર્દીને ઉધરસ આવે છે, શ્વાસ ચઢે છે, નબળાઇ લાગે છે અને શરીરમાં ઓકસીજન ઘટી જાય છે. આવી સ્થિતિમાં દર્દીઓએ છાતીનો સીટી સ્કેન કરાવીને ફેફસાના યોગ્ય ડોકટરને બતાવીને સાચી દવાઓ લેવી જોઇએ.

કોરોના વાયરસ શરીરમાં પ્લેટલેટસને તોડી નાખે છે. શરીરમાં નાના-નાના થ્રોબ્સ આખા શરીરમાં થતા રહે છે. આ થ્રોબ્સ હાર્ટએટેક લાવી શકે છે. મગજમાં સ્ટ્રોક લાવી શકે છે. તથા કીડની અથવા લીવર ફેલ કરી શકે છે. આ થ્રોબ્સ હૃદયમાં પહોંચે તો હાથ, મગજમાં જાય તો મગજ, કીડનીમાં જાય તો કીડની અને લીવરમાં જાય તો લીવરના રોગ ઉત્પન્ન કરે છે.

કોરોનાના કારણે ફેફસામાં ફાઇબ્રોસીસ અને એકયુટ રેસ્પરેટરી ડીસ્ટ્રેસ થાય છે. તેનાથી ફેફસાાના વાયુકોષો મરી જાય છે. ગંભીર કેસોમાં દર્દીનું મોત પણ થઇ શકે છે. એક વાર ફાઇબ્રોસીસ થયા પછી ફેફસા પર તેની અસરના આધારે ઇલાજ કરવામાં આવે છે. આવા એક બે કેસ સામે આવ્યા હોવાનું એએમસી સંચાલિત એલ.જી. હોસ્પિટલના અધિક્ષક અને ચેસ્ટ સ્પેશ્યાલીસ્ટ ડો. સંજય ત્રિપાઠીનું કહેવું છે.

(11:30 am IST)